Western Times News

Gujarati News

કર્ણાટકમાં મોદીની પ્રચાર રણનીતી ગોઠવાયેલી હતી છતાં BJPની હારનું કારણ શું ?!

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં (Karnataka Assembly election 2023) પ્રજાનો ફેંસલો પ્રજાની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલો પ્રજાની વેદના સમજાે અને ધર્મ અને અધર્મની રાજનિતી પ્રજાએ નહીં નેતાઓએ સમજવાની જરૂર છે!!

ભારતના વડાપ્રધાને ૨૬ જાહેર સભા સંબોધી ૬ રોડ-શો કર્યા (Prime Minister Narendra Modi) !! કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ૧૬ જાહેર સભા કરી અને ૧૪ રોડ-શો કર્યા પરંતુ સ્થાનિક નેતાઓના ગેરવહીવટ અને ખોટી પ્રચાર નિતિને લઈને ભા.જ.પ.નો પરાજય થયો !!

તસ્વીર મહાભારત સમય કાળ દરમ્યાન ખેલાયેલા ધર્મયુદ્ધ ની છે !! આ ધર્મયુદ્ધ એ સાંપ્રદાયિક વિચારધારા વચ્ચેનું યુદ્ધ નહોતું !! પરંતુ માનવી કર્તવ્ય ચૂકયો અને કર્તવ્ય ધર્મ ચૂકયો અને અધર્મ સામે ચુપ રહ્યો, અને ન્યાયધર્મ ચૂકયો માટે શ્રી ભગવાન શ્રી ક્રિશ્ને સ્વયંમ કર્તવ્યધર્મ પ્રસ્થાપિત કરવા રણમેદાનમાં સારથીની ભૂમિકા અદા કરવી પડી !!

અને આ અધર્મ અને ધર્મ વચ્ચેના કર્તવ્યધર્મ માટેના મહાયુદ્ધ દરમ્યાન કહેવાય છે કે, શ્રી હનુમાનજી સ્વયંમ અર્જુનના રથ પરથી ધજામાં બિરાજમાન થયા હતાં !! અને શ્રીમદ્દ ભગવત ગીતા દ્વારા શ્રી ક્રિશ્ન ભગવાને જીવન ફીલોસોફી રજૂ કરી હતી !! ટૂંકમાં ન્યાયધર્મ અને કર્તવ્યધર્મ માનવી ચૂકે એ અધર્મ આ શ્રીમદ્દ ભગવત ગીતાનો ઉપદેશ છે !!

રાહુલ ગાંધીની એકતા યાત્રા જ નહીં તેમનું કર્ણાટક લોકસભાની સીટ ગુમાવીને બંગલો પણ તુરંત જ ખાલી કર્યાે તેની સહાનુભૂતિ કોંગ્રેસને ફળી અને મલ્લકાર્જુન ખમગેનું ડેમેજ કંટ્રોલ પણ કોંગ્રેસને ફળ્યું ?!!

બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની (Supreme Court of India) છે તેમાં બેસતા ન્યાયાધીશોને દુનિયા બીજા નંબરના ભગવાન કહે છે તેઓ દેશના બંધારણને પવિત્ર ગ્રંથ માનીને ચૂકાદાઓ આપે છે !! સુપ્રિમ કોર્ટે પણ સાંપ્રદાયિક સદ્દભાવ વગરના ભાષણો પર રોક લગાવીને માનવધર્મ ની વાત કરે છે !! અને ઉશ્કેરણીજનક નિવેદનો સામે સ્વંયમ પોલીસને ગુન્હો નોંધવાની સુપ્રિમ કોર્ટે ફરજ પાડી છે !! નહીં તો પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થઈ શકે છે !!

આવા સત્ય વચ્ચે પણ કર્ણાટકમાં સાંપ્રદાયિકતાને નામચે પ્રચાર કરનારાઓએ કર્યાે અને શ્રી બજરંગબી પર પણ રાજકારણ ખેલાયું ?! શ્રી હનુમાનજી પણ વિચારતા હશે કે શ્રી રામ તો મર્યાદા પુરૂષોત્તમ હતાં !! અને છેલ્લે મહાભારતના ધર્મયુદ્ધમાં પણ કર્તવ્ય ધર્મ ના પક્ષે આવીને શ્રી હનુમાનજીએ અર્જુનના રથથી ધજામાં બીરાજમાન થયા હતાાં !!

ખેર કર્ણાટકની પ્રજાને જે સત્ય લાગ્યું તે પ્રમાણે મતદાન કર્યુ !! ૨૦૨૪ ની ચૂંટણી માટે આમાંથી દરેક રાજકીય પક્ષોએ ઘણું શિખવાનું છે !! કે રાજધર્મ શું છે ?!  (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

એક નાનકડો માણસ નાનકડા બેલેટ પેપર પર સિકકો મારે છે અને ભવ્ય ક્રાંતિ થાય છે – વિન્સ્ટન ચર્ચિલ !!

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, એક નાનકડો માણસ એક નાનકડા પોલીંગ બુથમાં જાય છે અને એક નાનકડુ બેલેટ પેપર લે છે, તેના પર નાનકડો સિકકો મારે છે અને તેને નાનકડા બેલેટ બોકસમાં નાંખે છે અને દેશમાં મહાન ક્રાંતિ થાય છે!! જયારે અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, મત એ રાયફલ જેવો છે,તેની ઉપયોગીતા તેને ધારણ કરનારના ચારિત્ર્ય પર નિર્ભર હોય છે!!

લોકશાહીમાં ચૂંટણી એ શાંતિ, ક્રાંતિને જન્મ આપે છે !! અને અહિંસક પરિવર્તન આવવાથી દેશની દિશા અને દશા બદલે છે. પરંતુ મતદારો લોકશાહી રાજય વ્યવસ્થાની અને તેની પરિપકવતાથી સુસજજ ન હોય તો અધોગતિની ગર્તમાં ધકેલાઈ જાય છે અથવા લોકશાહીનો ‘મૃત્યુ ઘંટ’ વાગે છે !!

કર્ણાટકની ચૂંટણીએ સમગ્ર ભારતમાં ભારે ચકચાર જગાવી હતી. વિશ્વના અનેક રાજકીય સમિક્ષકો તેનો અભ્યાસ કરી રહ્યા હતાં તેવા સમયે કર્ણાટકના સુશિક્ષિત અને લોકશાહી કોઠાસૂઝ ધરાવતા મતદારોએ મતદાન દ્વારા અભૂતપૂર્વ ચૂંટણી પરિણામ આવ્યું છે. પરંતુ ૨૦૨૪ ની ચૂંટણી માટે તે માર્ગદર્શક પુરવાર થયાનું પણ મનાય છે !!

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના કશ્મકશભર્યા આક્રમક ચૂંટણી જંગમાં ભા.જ.પ.ને પડેલો ફટકો પ્રચારની પેટનની શરતચૂક હતી કે મતદારોની નેતાઓનું મૂલ્યાંકન કરવાની કોઠાસૂઝ હતી ?! કે પછી પ્રજાની આકાંક્ષાનો પડઘો છે ?! ભા.જ.પ. મૂલ્યાંકન કરશે ?! – શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહેનત છતાં આવું પરિણામ કેમ ?!

અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ સરસ કહ્યું છે કે, અસરકારક સરકારનો આધાર પ્રજામાં રહેલો વિશ્વાસ છે. જયારે નૈતિકતાના ધોરણે ડગમગી જાય છે ત્યારે એ ખતરામાં આવી પડે છે!! સને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માથા પર આવીને ઉભી છે.

ત્યારે દક્ષિણના રાજયમાં ભા.જ.પ.ને કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં પડેલો ફટકો અભૂતપૂર્વ છે. તેનું ફકત મૂલ્યાંકન નહીં સર્વગ્રાહી મૂલ્યાંકન જરૂરી છે !! કારણ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૬ જાહેર સભાઓ સંબોધી છે !! છ જેટલા રોડ-શો કર્યા છે !!

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્ય ક્તગત ઈમોશનલ કાર્ડ ખેલી મોદી તેરી કબર ખૂદેગી!! અને જય શ્રી હનુમાન બોલી મત અથવા મતદારો સાથે સીધી વાત કરી હતી અને વિકાસની વાત પણ કરી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહેનત મજબુત હતી પણ સ્થાનિક નેતાગીરી પાંગળી નિવડી !!

બીજી તરફ ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ૧૬ જાહેર સભા કરી ૧૪ રોડ-શો કર્યા !! કર્ણાટકના સ્થાનિક નેતાઓએ ૨૦૬ જાહેર સભા કરી અને ૯૨ જેટલા રોડ-શો કર્યા !! શ્રી અમિતભાઈ શાહે પણ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવશે તો તોફાનો ફાટી નીકળશે !!

ભ્રષ્ટાચાર વકરી જશે !! છતાં ભા.જ.પ.ની કર્ણાટક સરકારના ૧૪ પ્રધાનો ચૂંટણી હારી ગયા અને ભા.જ.પ.ને માત્ર ૬૬ બેઠકો જ મળી !! આવું કેમ થયું ?! ભા.જ.પ.માં કાબેલ રાજકીય રણનિતિકારો છે !!

ભા.જ.પ.માં મનોવૈજ્ઞાનિક ભાષણોના સ્ક્રીપ્ટ રાઈટરો છે, લેખકો કામે લાગ્યા હતાં !! સામાજીક અને જાતિય સમીકરણોને ધ્યાનમાં રાખી પ્રચારની પેટન ચાલતી હતી !! મોદીની પ્રચાર રણનિતિ પણ ગોઠવાયેલી હતી છતાં ભા.જ.પ.ની હારનું કારણ શું ?! આ ચિંતનનો વિષય છે ?! કર્ણાટકમાં ભા.જ.પ.ની હારના કારણો અને તારણોનું પોસ્ટમોર્ટમ ?!

ભા.જ.પ.નું (BJP) સ્થાનિક નેતૃત્વ પ્રજાનો આર્તનાદ સમજવામાં અને સાંભળવામાં નિષ્ફળ ગયું !! દક્ષિણના રાજયોમાં રામ-હનુમાન નો વ્યાપ ઓછો છે !! તેવામાં માનવીય બજરંગ દળ ને સાંપ્રદાયિક ધર્મ અને શ્રી હનુમાન સાથે જાેડતા આ મુદ્દો પ્રજાને પ્રભાવિત ન કરી શકયા !!

રાજકીય વાણી-વિલાસ ચૂંટણી સમયે બધાં જ રાજકીય પક્ષો તરફથી થાય છે એટલે પ્રજાને એમાં કોઈ રસ ના પડયો કે કોણ કોના માટે શું બોલ્યું માટે વાણી-વિલાસનું કાર્ડ ચાલ્યું નહીં !! મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર સામેનો ઉકેલ ભા.જ.પ.ના મેનીફેસ્ટોમાં નહોતો !! એટલે આ મુદ્દાને પ્રચારમાં યોગ્ય રીતે રજૂ ન કરાયો !!

ધાર્મિક મઠાધિકારીઓનો અસંતોષ દુર કરવામાં ભા.જ.પ.ની સ્થાનિક અને રાષ્ટ્રીય લીડરશીપ નિષ્ફળ ગઈ !! જેમ સવર્ણાેમાં ગરીબ અને આર્થિક રીતે પછાત છે તેમ મુ સ્લમોમાં પેટા જ્ઞાતિઓ પણ પછાત અને આર્થિક રીતે ગરીબ છે. માટે કર્ણાટક પ્રજાએ મુ સ્લમ અનામત પ્રથા રદ કરવાથી તે મુદ્દો મીસફાયર થયો !!

ઉલ્ટાના ગરીબ હિન્દુ, ગરીબ મુ સ્લમ અને ગરીબો મોંઘવારીના મુદ્દે એક થયા આજની ભુખ પીડાનું શું ?! અને ભા.જ.પ.નો કરૂણ રકાસ થયો !! શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે જ એક કાબેલ વિશ્લેષક છે !! તેઓ ૨૦૨૪ માટે ચક્રવ્યુહ બદલવો પડશે !!
હીમાચલ પ્રદેશ કર્ણાટકથી શરૂ કરેલી પ્રચાર યાત્રા શ્રીમતી પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi Vadra) ફળી રહી છે.

તેમનામાં મતદારો શ્રીમતી ઈ ન્દરા ગાંધીનો (Indira Gandhi) ચહેરો જાેતાં થયા છે અને મહિલા મતદારો તેમને જાેવા ને સાંભળવા ઉમટે છે તેનો લાભ ૨૦૨૪ માં મળી શકે ?!

બ્રિટીશ વડાપ્રધાન માગરિટ થેચરે કહ્યું કે, તમે કામ અંગે માત્ર કહેવા જ માંગતા હોવ તો પુરૂષને કહો પણ એ કામ કરવું જ હોય તો સ્ત્રીને કહો!! કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી (વાડ્રા) એ આક્રમક પ્રચારનો દોર હીમાચલ પ્રદેશથી શરૂ કરીને ત્યારબાદ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કર્યાે !! તેમાં પ્રિયંકા ગાંધીએ ૧૨ રોડ-શો કર્યા હતાં, ૧૩ જાહેર સભાઓ સંબોધી હતી

અને કોંગ્રેસની (Congress) પાંચ ગેરેન્ટી મહિલા મતદારોને વધારે આકર્ષિ શકી જેમાં ૨૦૦ યુનિટ ફ્રી વિજળી પરિવારના મહિલા વડાને માસિક રૂા. ૨૦૦૦/- ની મદદ ગરીબી રેખા નીચે જીવતા ૧૦ કિલો ગ્રામ ચોખા અને બેરોજગારી ભથ્થું, બેરોજગારી ડીપ્લોમાં ધારકોને ૧૫૦૦ પ બ્લક ટ્રાન્સપોર્ટની સહાય અને મહિલાઓને મફત મુસાફરીની સુવિધા !!

મોંઘવારીથી હતાશ પ્રજાને મહિલાઓને આટલું મળે પછી શું જાેઈએ ?! મોંઘવારીી અટકાવવા કેન્દ્ર હોય કે રાજય સરકાર હોય તેમાં રાજકીય નેતા નહીં ર્ડા. મનમોહન સીંગ જેવા કાબેલ નાણામંત્રી જાેઈએ !! પ્રિયંકા ગાંધીની આ વાત કર્ણાટકના સુશિક્ષિત મતદારોના ગળે ઉતરી ગઈ !!

પ્રિયંકા ગાંધીમાં લોકોને શ્રીમતી ઈ ન્દરા ગાંધીનો ચહેરો મળ્યો જેનાથી મહિલાઓ અને યુવાનો વધારે પ્રભાવિત થયા છે અને કોંગ્રેસનો મેનીફેસ્ટો જાહેર કરતા પહેલા કોંગ્રેસે કરાવેલો સર્વે એ તેમને કામમાં આવી ગયો જે પાછળથી કોંગ્રેસની ‘હરણફાળ’ જીતનું કારણ બની !!

રાહુલ ગાંધીની એકતા યાત્રા અને તેમનું કર્ણાટક લોકસભાનું સંસદસભ્ય પદ જે રીતે છીનવાયું અને તેમણે મકાન તુરંત જ ખાલી કરીને રાજકીય ઠરેલતાનું ઉદાહરણ આપ્યું તેનો પ્રચારનો પડઘો પણ કર્ણાટકની ચૂંટણીમાં રંગ લાવ્યો !!
બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે!! કોંગ્રેસના અગ્રણી ભારત જાેડો યાત્રા એ સમયની માંગ હતી !!

કર્ણાટકની ચૂંટણીમાં (Karnataka Assembly Election 2023) તેનો પડઘો પડયો છે !! રાહુલ ગાંધી કર્ણાટકથી (Rahul Gandhi Karnataka) લોકસભામાં ચૂંટાયા હતાં જે રીતે તેમનું સંસદીય પદ ગયું અને તરત તેમને બંગલો ખાલી કર્યાે તેને કર્ણાટકની પ્રજાએ રાજકીય ઠરેલતાના દ્રષ્ટિકોણથી નિહાળ્યું !! અને રાહુલ ગાંધીએ ફકત સ્થાનિક મુદ્દા પર આક્રમક રીતે પ્રચાર કર્યાે તેથી તેમના રોડ-શો અને જાહેર સભાઓ સફળ થઈ !!

અને કોંગ્રેસ પ્રમુખ (Congress President) મલ્લીકઅર્જુન ખડકેનો મુદ્દો સંવેદનશીલ બનાવી તેમના પર હુમલાનો મુદ્દો રજૂ કરીને કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી લીધી કોંગ્રેસે પ્રચારમાં ઓવી કોઈ ભુલના કરી જે કોંગ્રેસની જીતનું કારણ બની છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.