Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હું જલ્દી પપ્પા બનવાનો છું, તે લાગણી જ મારા માટે અદ્દભુત છે: રાહુલ

મુંબઈ, દિશા પરમાર અને રાહુલ વૈદ્ય, જેમણે જુલાઈ ૨૦૨૧માં લગ્ન કર્યા હતા, તેઓ જલ્દી માતા-પિતા બનવાના છે. તેમણે સોશિયલ મીડિયા પર આ ગુડન્યૂઝ આપ્યા હતા અને સાથે સોનોગ્રાફી રિપોર્ટની ઝલક દેખાડી હતી.

બે અઠવાડિયા પહેલા જ્યારે એક્ટ્રેસને તેમના ફેમિલી પ્લાન વિશે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે ‘મેં તે ભાગ્ય પર છોડી દીધું છે. જ્યારે તે થવાનું હશે ત્યારે થશે’. આ દરમિયાન, વર્ક ફ્રંટની વાત કરીએ તો દિશા તેના ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈ’ની ત્રીજી સીઝનની તૈયારીમાં લાગી ગઈ છે. Disha Parmar and Rahul Vaidya are going to be parents soon

પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવા અંગે પૂછતાં તેણે કહ્યું હતું ‘આ એક મર્યાદિત શો છે. તેને વેબ શોની જેમ દેખાડવાનો વિચાર છે. તેથી, મેં હા પાડી હતી કારણ કે હું પ્રેગ્નેન્ટ છું તેથી તે મારા માટે સારું રહેશે તેમ મને લાગે છે. અત્યારે કોઈ નવી સીરિયલ હાથમાં લેવી શક્ય નથી.

પરંતુ તેના મર્યાદિત એપિસોડ હોવાથી મારા માટે સારો છે. ડેડ-ટુ-બી રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે ‘મેં હંમેશાથી પિતા બનવાનું અને મારા બાળકને ખૂબ પ્રેમ આપવાનું સપનું જાેયું હતું. જ્યારે મેં આ ન્યૂઝ સાંભળ્યા ત્યારે તે અનઅપેક્ષિત હતા પરંતુ હું ખૂબ ખુશ થયો હતો કે હું ખૂબ જલ્દી પપ્પા બનવાનો છું. મારા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને આ લાગણી અદ્દભુત છે’.

સિંગર, જે તેના કોન્સર્ટ માટે સતત ટ્રાવેલિંગ કરતો રહે છે તેણે ઉમેર્યું હતું કે ‘અમે અમારા જીવનના નવા તબક્કા તરફ જાેઈ રહ્યા છે. આ અનઅપેક્ષિત સમાચાર હતા પરંતુ મને લાગે છે કે બાળક ભગવાનના આશીર્વાદ છે. હું કામ માટે ગોવામાં હતો અને જ્યારે મુંબઈ આવ્યો ત્યારે દિશાએ મને આ ખુશખબર સંભળાવી હતી.

રાહુલ વૈદ્ય અને દિશા પરમારની વાત કરીએ તો, તેમની લવ સ્ટોરી એક કોમેન્ટથી શરૂ થઈ હતી. લગ્ન પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં કપલે ખુલાસો કર્યો હતો કે, દિશાએ રાહુલની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી, આ ૨૦૧૮માં શરૂ થયું હતું અને તેમણે થોડા જ સમયમાં નંબર એક્સચેન્જ કર્યા હતા. તેમની વચ્ચે થતી વાતચીતને રિલેશનશિપમાં બદલાવામાં વાર લાગી નહોતી. રાહુલ દિશાને પહેલીવાર દિલ્હીમાં મળ્યો હતો, જ્યાં તે પોતાનું સોન્ગ શૂટ કરી રહ્યો હતો.

બિગ બોસ ૧૪ શરૂ થયું તેના ઘણા સમય પહેલાથી તેઓ ડેટ કરી રહ્યા હતા. દિશાના ૨૬મા બર્થ ડે પર રાહુલે બિગ બોસના ઘરમાંથી જ તેને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું. ખાસ ફ્રેન્ડ અલી ગોનીએ તેને ટીશર્ટ પર પ્રપોઝલ લખવાનું નક્કી કર્યું હતું અને ટીવી પર જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું.

તેણે લખ્યું હતું  દિશા, મારી સાથે લગ્ન કરીશ?’. જે બાદ વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનમાં દિશા બિગ બોસના ઘરમાં ગઈ હતી અને રાહુલને સરપ્રાઈઝ આપી હતી. તે એક પ્લેકાર્ડ લઈને આવી હતી, જેના પર લખ્યું ‘હા, હું તારી સાથે લગ્ન કરીશ’. SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers