Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફેશન ને લઈને ફરી ચર્ચામાં આવી આલિયા ભટ્ટ

મુંબઈ, એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ ખૂબ જ ચર્ચામાં આવી રહી છે. ક્યારેક તેણી પોતાની ફિલ્મોમાં તો ક્યારેક મોટા-મોટા ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં સામેલ થવાથી લઈને આલિયા ચર્ચામાં આવી છે. હાલમાં જ એક્ટ્રેસ દુનિયાના સૌથી મોટા ફેશન શો મેટ ગાલાનો ભાગ બની હતી. Alia Bhatt again came into discussion regarding fashion

મેટ ગાલા ડેબ્યૂ બાદ આલિયા ભટ્ટે એક મોટા ઈન્ટરનેશનલ ફેશન હાઉસે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકી છે. બેક ટૂ બેક ઘણાં સક્સેસ બાદ આલિયા ભટ્ટ હાલમાં Gucciમાં ક્રૂઝ ફેશન શો ૨૦૨૪માં સામેલ થયા હતાં. તેણી અહીં પોતાના સ્ટાઈલથી સૌ કોઈને ઈમ્પ્રેસ કરતી જાેવા મળી રહી છે. Global Brand Ambassador AliaBhatt captured at the GucciCruise24 fashion show

આલિયા ભટ્ટના આ ઈવેન્ટના ફોટો ખૂબ જ વાયરલ થતાં જાેવા મળી રહ્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસે બ્લેક કલરનો એવો ડ્રેસ પહેર્યો છે જેમાં મોટા-મોટા ઘણાં બધાં કાણાં જાેવા મળી રહ્યા છે. આ ડ્રેસ વિશે ફેન્સ પણ તેના સોશિયલ મીડિયા પર કોમેન્ટ્‌સ કરતાં જાેવા મળી રહ્યા છે.

આલિયાએ પોસ્ટ કરેલા ફોટોમાં તેણી ઈન્ટરનેશનલ સિંગર IU સાથે જાેવા મળી રહી છે. જેનાથી ફેન્સ ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. Gucci ની બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે ફેન્સ તેને સતત કોમેન્ટ કરીને શુભકામના પણ આપી રહ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers