Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથની જળયાત્રામાં ૧૦૮ કળશમાંથી ભૂદરના આરેથી જળ ભરાયું

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

અમદાવાદ, રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્‌ પ્રારંભ થાય છે.

આજે ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા પૂર્વેની જળયાત્રા યોજાઈ હતી. અમદાવાદમાં જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી હતી. બળદગાડામાં ભગવાનને બેસાડી જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહાનુભાવો હાજર થયા હતા. તો જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

રવિવારે અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જળયાત્રા પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેના બાદ ભગવાન જગન્નાથની જળયાત્રામાં ૧૦૮ કળશમાંથી ભૂદરના આરેથી જળ ભરાયું હતું.

પૂજા અર્ચના બાદ ૧૦૮ કળશમાં સાબરમતીના જળ ભરવામાં આવ્યા હતા. આ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા. જળયાત્રા બાદ ગજવેશમાં ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા.

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો. જગન્નાથ મંદિરની બહાર જશ્નનો માહોલ હતો. ક્યાંક કરતબના દ્રશ્યો જાેવા મળ્યા તો ક્યાંક ભક્તો ભજનના રંગે રંગાયા હતા. જળયાત્રાને પગલે સવારથી જ મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હતું.

જગન્નાથ મંદિરની બહાર ભક્તોએ ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે ભક્તો ડાન્સ કરતાં જાેવા મળ્યા. તો જળયાત્રાના પાવન પર્વ પર મહિલાઓ અવનવા નૃત્ય કરતી જાેવા મળી. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તિમય માહોલ સર્જાયો. હતો. ભગવાન જગન્નાથના મંદિરની અંદર સોનાના કળશ મુકાયા.

આ સોનાના કળશથી જ ભગવાન પર જળાભિષેક કરાયો. મંદિરની અંદર મુકેલા સોનાના કળશ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન આરતી કરાઈ હતી. જળયાત્રાની આરતીમાં પ્રદીપસિંહ વાઘેલા સહિત મહાન સંતો મહંતો જાેડાયા હતા.

જળયાત્રામાં કરાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા. રવિવારે જગન્નાથજીની જળયાત્રા હોવાથી ભગવાનને ખુબ જ સુંદર શણગાર કરાયો હતો ભગવાન જગન્નાથને સુંદર વાઘા પહેરાવ્યા અને સુદર્શન ચક્ર સાથેના આભુષણો પણ પહેરાવ્યા હતા. ભગવાનના શિરે રહેલી પાઘડીએ ભક્તોનું મન મોહી લીધું. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ છે. ૧૦૮ કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.