Western Times News

Gujarati News

લૂંટ ચલાવવા માટે આરોપીઓએ કરી હતી મા-દીકરીની હત્યા

નવી દિલ્હી, શાહદરા પોલીસે કૃષ્ણાનગર ડબલ મર્ડર કેસને ઉકેલી કાઢ્યો છે અને મુખ્ય આરોપી તથા તેના સાગરીતને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડીને ઝડપી પાડ્યા છે. The accused killed the mother-daughter to carry out the robbery

આરોપીઓએ કૃષ્ણાનગરમાં રહેતા ૭૩ વર્ષીય રાજરાની અને તેમની ૩૯ વર્ષીય દીકરી ગિન્ની કિરારની હત્યા કરી નાખી હતી. લૂંટ અને હત્યાનું કાવતરુ રચવા માટે મિશન માલામાલ નામની યોજના બનાવી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ ૨૮ વર્ષીય કિશન અને અંકિત કુમાર સિંહ તરીકે સામે આવી છે.

કિશન હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે. ડીસીપી રોહિત મીણાએ જણાવ્યું કે, ૩૧ મેની રાત્રે લગભગ ૭.૫૮ વાગે પીસીઆર પર કોલ આવ્યો હતો કે, કૃષ્ણાનગરમાં એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી છે. ઘરમાં માતા-દીકરી રહે છે. છેલ્લાં ત્રણ ચાર દિવસોથી તેમને કોઈએ જાેયા નથી. ફ્લેટનો દરવાજાે પણ બહારથી બંધ છે.

સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘરમાં ઘુસ્યા બાદ અંદરથી માતા-દીકરીની લાશ મળી આવી હતી. બંનેના ગળા કાપીની ર્નિમમ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે હત્યા, લૂંટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ છે. ૩૦૦થી પણ વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા. જેમાં બે શંકાસ્પદ ઘરમાં આવતા જતા નજરે પડ્યા હતા. એ પછી ગોંડા, લખનૌ, અયોધ્યા, નોઈડા અને દિલ્હીમાં ૨૦૦૦ કિમીનું અંતર કાપીને પોલીસે દરોડા પાડ્યા હતા.

અંકિતને દિલ્હીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, પરંતુ મુખ્ય આરોપી કિશન હજુ પણ ફરાર હતો. આ દરમિયાન પોલીસની ટીમને સૂચના મળી કે કિશન કોર્ટમાં સરન્ડર કરવાનો છે. જે બાદ કાંતિનગરમાં દરોડા પાડીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બેગ, ત્રણ લેપટોપ, ત્રણ આઈફોન, ગિન્નીનું એક પર્સ અને લોહીથી લથપથ કપડાં પણ કબ્જે કર્યા હતા.

કિશન એક મેડિકલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર હતો. સાથે જ ઓનલાઈન ટ્યુશન પણ ચલાવતો હતો. તો રાજરાની પોતાની દિવ્યાંગ દીકરી ગિન્ની માટે એક કમ્પ્યુટર ટ્યુટર શોધી રહ્યા હતા. એપ્રિલમાં કિશન તેમના ઘરે ગિન્નીને ટ્યુશન આપવા માટે આવવા લાગ્યો હતો. એ પછી તેણે તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

બાદમાં ઓનલાઈન ફી જમા કરાવવા માટે બેંકની ડિટેઈલ લઈને રુપિયા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતા-દીકરી નેટ બેકિંગ અને એટીએમનો ઉપયોગ કરતા નહોતા, એટલે છેતરવામાં સફળ રહ્યો નહીં. એ પછી તેણે લૂંટની યોજના બનાવી હતી. લૂંટફાટ માટે વો્‌ટસએપ પર મિશન માલામાલ નામથી યોજના બનાવી હતી. આને અંજામ આપવા માટે અંકિત ઘટનાના એક દિવસ પહેલાં આસામથી દિલ્હી આવ્યો. આ વિસ્તારની રેકી કરી અને ચાકુ પણ ખરીદ્યું હતું.

હત્યાના દિવસે બંનેની એન્ટ્રી થઈ અને તેમને આશા હતી કે ઘરમાં ખૂબ જ રોકડ અને દાગીના હશે. તેઓએ ગિન્ની પાસે પાણી માગ્યું. ગિન્ની રસોડામાં ગઈ તો તેઓએ રાજરાનીનું ગળુ કાપીને હત્યા કરી નાખી. પછી રસોડામાં ગિન્ની પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી. આરોપીઓએ મા-દીકરીની હત્યા બાદ લોહી સાફ કર્યુ હતુ. પોતાની ટીશર્ટ પર પડેલાં લોહીના ડાઘા દૂર કરવા કપડાં બદલ્યા, જેથી કોઈ નિશાન ન રહે. એ પછી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા.

જતા સમયે દરવાજાે બહારથી બંધ કરી દીધો હતો. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું કે, અંકિત કુમાર સિંહ સિવાનનો રહેવાસી છે અને તે એક સારો ગાયક પણ છે. તેનું એક મ્યુઝિક બેન્ડ પણ છે. તે પાર્ટીઓમાં કે સમારોહોમાં ગીતો પણ ગાતો હતો. ઓટીટી ફિલ્મો માટે ગીત સંગીતની તૈયારી પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ ફોલોઅર્સ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers