Western Times News

Gujarati News

ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ પછી કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફરી એકવાર સાથે જાેવા મળશે. તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા, શરીન મંત્રી કેડિયા અને કિશોર અરોરા દ્વારા સંયુક્તરીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે. The trailer of the movie Satyaprem Ki Katha was released

જાે કે આ ફિલ્મ ૨૯ જૂન ૨૦૨૩ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ તે પહેલા ૨ મિનિટ ૩૫ સેકન્ડના ટ્રેલરની પણ સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના ઘણાં સીન્સ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં શૂટ થયા છે. અગાઉ ‘સત્યપ્રેમ કી કથા’નું નામ સત્યનારાયણ કી કથા રાખવામાં આવ્યું હતું.

પરંતુ, વિવાદ થતા ‘સત્યપ્રેમ કી કથા’ કરવામાં આવ્યું. ગત વર્ષે ૨૦૨૨માં ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ શેડ્યુલ અમદાવાદમાં હતું. અમદાવાદની પોળમાં થયું હતું ‘સત્યપ્રેમ કી કથા’ની શૂટિંગ, ગુજરાતમાં ૧૫થી ૨૦ દિવસ શૂટિંગ કર્યું હતું. શાહિદ કપૂરની ફિલ્મ ‘બ્લડી ડેડી’ અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે.

જેમાં શાહિદ જબરદસ્ત એક્શન મોડમાં જાેવા મળી રહ્યો છે. આ પહેલા તેની વેબ સિરીઝ ફર્ઝી OTT પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં રોનિત રોય, સંજય કપૂર, ડાયના પેન્ટી અને રાજીવ ખંડેલવાલ પણ છે. તે ૨૦૨૦ની એક્શન ફિલ્મ ‘એક્સ્ટ્રેક્શન’ની સિક્વલ છે, જેમાં હાઇ થ્રિલર એક્શન છે. એક્સટ્રેક્શન ૨નું નિર્દેશન સેમ હરગ્રેવ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રથમ ફિલ્મમાં ભારતીય કલાકારો રણદીપ હુડા, પંકજ ત્રિપાઠી, રુદ્રાક્ષ જેસલ અને પ્રિયાંશુ પૈન્યુલી હતા. તે મૂવી ૨૦૨૦માં નેટફ્લિક્સ પર આવી હતી. અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર ‘ધ નાઈટ મેનેજર’ની બીજી સિઝન આ મહિનાના અંતમાં રિલીઝ થશે. વેબ સિરીઝમાં શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમ, સસ્વતા ચેટર્જી અને રવિ બહેલ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.