Western Times News

Gujarati News

કેન્દ્રીય બેંકે રેપો રેટ ૬.૫ ટકાએ યથાવત રાખ્યો, કોઈ રાહત નહીં

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક આજે ૧૦ વાગ્યે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ ૬.૫૦ ટકાએ યથાવત રાખ્યો હતો. મહત્વનું છે કે ગત ૬ જૂનથી RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. The central bank kept the repo rate unchanged at 6.5% , no relief

જેના ર્નિણયની આજે જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આ બીજી દ્વિમાસિક મોનિટરી પોલિસી બેઠક ૬થી ૮ જૂન વચ્ચે આયોજીત કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

RBIએ મે ૨૦૨૨થી અત્યાર સુધીમાં કુલ ૭ વખત વ્યાજ દરોમાં ૨.૫૦%નો વધારો કર્યો છે. આજે પોલિસીની જાહેરાત દરમિયાન શક્તિકાંત દાસે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે. હવે રેપો રેટ ફરી એકવાર ૬.૫% પર યથાવત છે. આ સાથે રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર છે. આજે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાને કારણે, એમએસએફ દર અને બેંક દર ૬.૭૫% પર યથાવત છે.

જ્યારે, એસડીએફ દર ૬.૨૫% પર યથાવત છે. શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં મોંઘવારી આરબીઆઈ ના લક્ષ્યાંકથી ઉપર રહી શકે છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં મોંઘવારી દર ૪%થી ઉપર રહી શકે છે. ગવર્નરે કહ્યું કે માર્ચ અને એપ્રિલમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. જણાવી દઈએ કે આરબીઆઈએ મોંઘવારી દર ૪% અથવા તેનાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આમાં ૨% ઉપર અથવા નીચેનું માર્જિન પણ છે.

પોલિસી રેપો રેટમાં ગત બેઠકમાં યથાસ્થિતિ જાળવ્યા બાદ વ્યાજદ દરોમાં મિશ્ર પ્રવૃત્તિ જાેવા મળી છે. આરબીઆઈના ડેટા દ્વારા ખબર પડે છે કે એસસીબીના નવા રુપિયાની લોન પર સરેરાશ વ્યાજ દર ૨૩ આધાર અંકથી ઘટીને માર્ચ ૨૦૨૩માં ૯.૩૨ ટકાથી એપ્રિલ ૨૦૨૩માં ૯.૦૯ ટકા થઈ ગયો છે. એસસીબીના ફંડ આધારિત વ્યાજ દરની ૧ વર્ષની સરેરાશ મર્યાદા મે ૨૦૨૩માં ૮.૬૦ ટકા પર યથાસ્થિતિ રહી હતી.

મોંઘવારી વચ્ચી પીસાતા સમાન્ય માણસ માટે વ્યાજ દરનું ભારણ સતત આકરું બની રહ્યું છે ત્યારે મોટાભાગે લોકો આશા રાખે છે કે કેન્દ્રીય બેંક આ વખતે બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો ર્નિણય કરશે. અહીં નોંધનીય છે કે ગત દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક દરમિયાન પણ ઘટાડાની શક્યતા જાેવાતી હતી પરંતુ આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો હતો. આ ર્નિણય એમપીસીના સદસ્યોની સર્વસમ્મતિથી લેવામાં આવ્યો હતો.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આ વખતની મોનેટરી પોલિસી બેઠકમાં શું ર્નિણય લેવામાં આવી શકે છે? તે બાબતે કરવામાં આવેલા એક પોલમાં ૬૪ અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે બેઠક પૂર્ણ થવા પર રેપો રેટમાં કોઈ ફેરફારની જાહેરત કરવામાં નહીં આવે.

બ્રોકરેજ ફર્મ રિલાયન્સ સિક્યોરિટીઝનું માનવું છે ૬.૫૦ પર રેપો રેટ યથાવત રાખવામાં આવી શકે છે. રેપો રેટ તે વ્યાજ દર છે કે જેના પર ભારતમાં રાષ્ટ્રીયકૃત સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના લે છે. મોંઘવારી વધ્યા પછી, આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે, જ્યારે ફુગાવાનો દર ઘટે છે ત્યારે તેને ઘટાડે છે. રિવર્સ રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તેમની થાપણો આરબીઆઈ પાસે રાખે છે.

રેપો રેટનો અર્થ એ છે કે જ્યારે વ્યાપારી બેંકોને ભંડોળની અછતનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ દ્વારા માન્ય સિક્યોરિટીઝ જેમ કે ટ્રેઝરી બિલ્સ (તેમની વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર મર્યાદાથી ઉપર) વેચીને એક દિવસ માટે આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ રેપોરેટને ઘટાડવા અથવા વધારવા માટે દર બે મહિનાના અંતરાલ પર દ્વિ-માસિક સમીક્ષા કરે છે. આ સમીક્ષા આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.

એમપીસીની બેઠક સામાન્ય રીતે ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે, પરંતુ ખાસ સંજાેગોમાં, તે પણ એક દિવસમાં પૂર્ણ થાય છે. તેવી જ રીતે, દ્વિ-માસિક સમીક્ષા સામાન્ય રીતે બે મહિનાના અંતરાલ પર યોજાય છે, પરંતુ ખાસ સંજાેગોમાં તે હોઈ શકે છે. એક મહિનાના અંતરાલ પર કરવામાં આવે છે.

જેમ કે, તે મે ૨૦૨૨ માં કરવામાં આવ્યું હતું. અગાઉ, આરબીઆઈએ પોલિસી વ્યાજ દર નક્કી કરવા એપ્રિલ મહિનામાં દ્વિ-માસિક સમીક્ષા કરી હતી. તદનુસાર, જૂનમાં દ્વિ-માસિક સમીક્ષા થવી જાેઈતી હતી, પરંતુ આરબીઆઈએ અર્થતંત્રમાં રોકડના પ્રવાહને રોકવા અને લોનને મોંઘી કરીને ખર્ચ ઘટાડવા માટે મે મહિનામાં જ નીતિગત વ્યાજ દરોની સમીક્ષા કરવા એમપીસીની બેઠક બોલાવી હતી અને વ્યાજ દરોમાં ૦.૪૦ ટકા અથવા ૪૦ બેસિસ પોઈન્ટ્‌સનો વધારો કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.