Western Times News

Gujarati News

ગોડાઉનોમાં CCTV ફરજિયાત લગાવવા અને ફૂટેજ ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાનો આદેશ

જાહેર સ્‍થળોએ સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V કેમેરા કાર્યરત રાખવા આદેશ

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્‍લાના ગોડાઉનોમાં સીક્યુરીટી ગાર્ડ અને C.C.TV કેમેરા કાર્યરત કરવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રીએ આદેશ કર્યો છે.  Mandatory installation of CCTV in godowns and store footage for 30 days.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસલાલી, સાણંદ, વિરમગામ, ચાંગોદર, ધોળકા, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટા ગોડાઉનો આવેલા છે. ત્યાં બહારથી માલસામાન લાવીને સંગ્રહ કરવામાં આવે છે. અને આ ગોડાઉનોમાં કામ કરતાં મોટાભાગના લોકો પરપ્રાંતના હોય છે, જે ગોડાઉન તેમજ  ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ  હોય છે તથા

ગોડાઉન ઉપર વોચમેનની સંખ્યા નહિવત  હોવાને કારણે અહી ચોરી, લૂંટ તથા ધાડ જેવા બનાવો બનવા પામે છે. તેથી  ગોડાઉનમાં સલામતી બાબતે ગોડાઉનમાં સીસીટીવી કૅમેરા ફરજિયાત લગાવવા અને તેનો ફૂટેજ ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાનો રહેશે.

આ જાહેરનામું તા. ૦૮/૦૮/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્‍યું છે.

અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રીએ આદેશ ફરમાવ્‍યો છે. 

સાયબર કાફે ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવા તેમજ નિયત રજીસ્‍ટરો સુવાચ્‍ય અક્ષરે સંપૂર્ણ વિગતો સાથે નિભાવવાના રહેશે. સાયબર કાફેનો વપરાશ કરનારની સુવાચ્‍ય સહી તેમજ પુરુષના ડાબા હાથના અને સ્‍ત્રીના જમણા હાથના અંગૂઠાનું નિશાન ફરજીયાત લેવું. મુલાકાતી સેલ્‍ફ એટેસ્‍ટેટ ફોટો કોપી ઓળખપત્ર જમા કરાવવી.

સાયબર કાફેના માલિક, મેનેજર તેમજ તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંપર્ક નંબર અને તાજેતરના ફોટોવાળી હકીકતો લેખિતમાં નિયત કરેલા પત્રકમાં સંબંધિત નજીકના પોલીસ સ્‍ટેશને જણાવવાની રહેશે. અધિકૃત અધિકારી તપાસ કરવા આવે તો તપાસ કરવા દેવી.

આ જાહેરનામું તા. ૦૮/૦૮/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.