Western Times News

Gujarati News

અમદાવાદમાં એમ્બ્રોઈડરીનાં ૩ લાખ કારખાનાં બંધ થવાની હાલતમાં

અમદાવાદ શહેરમાં એમ્બ્રોઈડરી મશીનના ૧.પ૦ લાખ કારખાના હાલમાં ચાલે છે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જીલ્લા ઉધોગ અને અમદાવાદ એમ્બ્રોઈડરી એસોસીએશનની મળેલી મીટીગ રવીવારે મળી હતી. જેમાં એમ્બ્રોઈડરી મશીની પર મળતી સરકાર સહાય ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. 3 lakh embroidery factories in Ahmedabad in a state of closure

આ સહાય બંધ થવાના કારણે એમ્બ્રોઈડરીના ખાસો માર મળ્યો સરકારી સહાય બંધ થવાથી ૩ લાખ કારખાના બંધ થયા હોવાનું પ્રમુખ દલસુખ પટેલે જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં એમ્બ્રોઈડરી મશીનના ૧.પ૦ લાખ કારખાના હાલમાં ચાલે છે. અગાઉ શહેરમાં ૪.પ૦ લાખથી વધારે એમ્બ્રોઈડરી મશીનો ચાલતાં હતા પરંતુ સરકાર સહાય બંધ થવાના કારણે આ સેકટરને મોટું નુકશાન થયું છે.

તેમાં ર૦૧પ પછી કેન્દ્ર સરકાર દ્વારા મશીન ઉપર મળતી સબસીડી બંધ કરાવી છે. વર્ષ ર૦૧પ પછી નવા મશીનો જેમણે લીધીા હોય તેમને ત્યાથી સબસીડી ચાલુ કરી આપવા ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ અંગે એસોસીએશનના પ્રમુખ દલસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ગૃહ ઉધોગ લાખો લોકોની રોજગારીને ટકાવવી રાખવા સરકારે જમીન ફાળવી શેડ બાંધીને રાહત આપવી જાેઈએ. કેમ કે આજે પણ મોટા ભાગના લોકો ભાડાના શેડ રાખી રહયા છે.

તેમજ મોટા ભાગના મશીનો રહેણાંક વિસ્તારમાં ચાલે છે. તેના કારણે અનેક વાર વિસ્તારમાં ચાલે છે. તેના કારણે અનેક વિસ્તારમાં રહીશો સાથે બોલાચાલી અને મારામારી જેવા ઘર્ષણ થાય છે. બીજી તરફ જાેબવર્ક ન મળવાથી રો-મટીરીયલ ખરીદી પ્રોડકશન કરવું પોસાય તેમ નથી તેથી સહાય આપવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.