Western Times News

Gujarati News

સાવકી માતાએ 4 વર્ષના નિર્દોષ બાળકની બલી આપી દીધી

અમેઠી, ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં અંધવિશ્વાસના ચક્કરમાં ચાર વર્ષના બાળકની બલી આપવાની ઘટના બની છે. જામો પોલીસ સ્ટેશનની હદમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. અમેઠી પોલીસના કહેવા અનુસાર, આ બાળકને કોઈ અન્ય નહીં, પરંતુ તેની સાવકી માતાએ તંત્ર-મંત્રના ચક્કરમાં મારીને ફેંકી દીધો હતો. Stepmother sacrificed 4 year old innocent child

ઘટનામાં સામેલ સાવકી માતા સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે. જામો પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેશી ગામમાં ચાર વર્ષીય બાળકનો મૃતદેહ ઘરની નજીકના એક નાળામાંથી રવિવારે મળ્યો હતો. ઘટના બાદ મૃત બાળકના પિતા જીતેન્દ્ર પ્રજાપતિની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરીને ઘટનાની તપાસ માટે ટીમોની રચના કરી હતી. આ શ્રેણીમાં પોલીસે બુધવારો મોટો ખુલાસો કર્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેમણે પહેલા બાળકના શરીરને અગરબત્તી, ચલમ અને કપૂરથી સળગાવ્યું હતું. ત્યારબાદ બાળક રડવા માંડ્યું, એટલે તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી. પછી તેનો મૃતદેહ નાળામાં ફેંકીને અમે અમારા ઘેર જતા રહ્યા. રેનૂએ જણાવ્યું કે તેના લગ્ન દોઢ વર્ષ પહેલા જિતેન્દ્ર પ્રજાપતિ સાથે થયા હતા.

આ મારા બીજી લગ્ન હતા. લગ્ન પછી તેને બાળક થતું નહોતું.રેનૂએ કેટલીયે જગ્યાએ સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ગામમાં તાંત્રિક વિધી કરાવી, પરંતુ તેની કોઇ અસર થઈ નહીં. આ દરમિયાન રેનૂ એક દિવસ પોતાના પિયરે આવી.
અહીંયા તેણે આ વાત પોતાના માતા-પિતાને જણાવી. ત્યારબાદ સાંજે તેના માતા-પિતા એક તાંત્રિક પાસે લઈ ગયા.

એ તાંત્રિકે થોડા સમય પછી તંત્ર ક્રિયા કર્યા બાદ રેનૂને કેટલીક જડીબુટ્ટી આપી અને તે ખાવાનું કહ્યું. તાંત્રિક વિધિનો કોઈ ફાયદો ન થતાં તાંત્રિકે રેનૂએ કહ્યું કે તને દોષ લાગ્યો છે, આ દોષ બલિ આપવાથી જશે. જાે તું બાળક ઈચ્છે છે તો કોઈ નિર્દોષ બાળકની બલી આપવી પડશે. રેનૂનું ધ્યાન પોતાના ચાર વર્ષીય સાવકા નિર્દોષ બાળક સત્યેન્દ્ર તરફ ગયું અને તેની બલી ચઢાવી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.