Western Times News

Gujarati News

રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન સારૂં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) આણંદ, મહે.આઇ.જી.પી શ્રી અમદાવાદ રેન્જ અમદાવાદ નાઓએ આગામી જે અન્વયે ગઈકાલ તા.૧૩.૦૬.૨૦૨૩ નાં રોજ આણંદ ટાઉન અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૦/૦૬/૨૩ અને ૨૧/૦૬/૨૩ ના રોજ

યોજાનાર રથયાત્રાઓ અનુસંધાને સંયુક્ત શાંતિ સમિતિની બેઠકનું પોલીસ અધીક્ષક સાહેબશ્રી આણંદ નાઓની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ .

જેમાં પોલીસ અધિક્ષક સાહેબશ્રી આણંદ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ વિભાગ, ધારાસભ્ય શ્રી આણંદ, ચીફ ઓફીસરશ્રીઓ આણંદ, કરમસદ,વિદ્યાનગર તથા આણંદ નગરપાલીકાના કાઉન્સીલરશ્રીઓ તથા વિદ્યાનગર નગરપાલીકાના કાઉન્સીલરશ્રીઓ ,તથા કરમસદ નગરપાલીકાના કાઉન્સીલરશ્રીઓ

તથા સંબધીત અન્ય વિભાગના અધીકારીઓની હાજરીમા હિન્દુ તથા મસ્લીમ સમુદાયના આગેવાનો તેમજ રથયાત્રા કમીટીના આયોજકો તથા સભ્યો સાથે આગામી રથયાત્રા અનુસંધાને આણંદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી મીટીંગ હોલ ખાતે શાંતી સમીતી બેઠકનુ આયોજન કરવામા આવેલ હતુ

જે બેઠકમાં ઉપરોક્ત અધિકારી શ્રીઓ તથા મોટી સંખ્યામા હિન્દુ -મુસ્લીમ આગેવાનો ઉપસ્થીત રહેલા અને રથયાત્રા શાંતીપુર્ણ વાતાવરણમાં પુર્ણ થાય તે બાબતે જરૂરી મુદ્દાઓને ધ્યાને રાખી ચર્ચાઓ કરવામા આવેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.