Western Times News

Gujarati News

4 મહિનાઓથી ચાલી રહ્યુ છે જાહેર શૌચાલય બનાવવાનું કામઃ વેપારીઓમાં નારાજગી

પ્રતિકાત્મક

પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં શૌચાલયનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા વેપારીઓમાં નારાજગી શૌચાલયના નિર્માણનું કામ ચાર માસ અગાઉ શરૂ કરાયું હતું

પાલનપુર, પાલનપુર શહેરના મોટી બજારમાં વિસ્તારમાં આવેલ સોની બજારના ચોકમાં વર્ષોથી એક જ મુતરડી બનાવવામાં આવેલ હતી. જેની નગરપાલિકા દ્વારા કોઈ દરકાર ન લેવાતા મુતરડી ઉભરાઈ હતી અને છેલ્લે બંધ કરી દેવામાં આવી હતી.

જેને લઈને સુવર્ણ બજારના વેપારીઓને સ્થાનીકો દ્વારા અવારનવાર નગરપાલિકા કલેકટર અને ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવતું ન હતું જયારે મોડા મોડા નગરપાલિકાએ મુતરડી બનાવાવનું કામ શરૂ કરવામાં આવેલ કારણ કે આ એક જ મુતરડી છે. વેપારીઓ અને બહારથી આવતા ગ્રાહકો માટે એક જ સ્થાન હતું જે તોડી પડાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

ચાર માસ અગાઉ આ મુતરડીનું કામ પાલનપુર નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ જેને ચાર માસનો સમય થવા છતાં ગોકળગાગય ગતીએ ચાલતા આ કયાંથી વેપારીઓ રોષે ભરાયા છે. જયારે આ બાબતે બનાસકાંઠા જીલ્લાના ભાપના અધ્યક્ષ પાલનપુર ધારાસભ્ય તેમજ ભાજપના અગ્રણીઓએ મુતરડી બતાવીને તેની સમસ્યાઓથી આગેવાનોને અવગત કર્યા હતા

અને તાત્કાલીક અસરથી આ કાર્ય પુર્ણ કરવા માટે જણાવ્યું હતું. આ બાબતે સ્થાનીકોને પુછતા લોકોએ જણાવ્યું હતું કે આ મુતરડી કામ કરતો સંચાલક એક દિવવસ આવે છે. ચાર દિવસ નથી આવતો અને જયારે આવે છે ત્યારે તેને ઉઘરાણી કરવાવાળાને તેને હેરાન કરતા હોય તે સંચાલક પાછો ચાલ્યો જાય છે. મજુરો બેસી રહે છે.

આમ આ મુતરડીનું કામ ચાર માસ થવા છતાં નથી થતું જાગૃત નાગરીક દ્વારા અવારનવાર આ બાબતે રજુઆતો કરવા છતાં આ કોન્ટ્રાકટ ધીમી ગતીએ કામ કરી રહયો છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસર આ બાબતે ગંભીરતા દાખવવીને તાત્કાલીક અસરથી આ મુતરડીનું કામ પુર્ણ કરાવે સ્થાનીક લોકોની માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.