Western Times News

Gujarati News

ગુજરાતમાં JEEના ટોપર બની પિતાનું ગૌરવ વધાર્યું

સુરત, રવિવારે JEEE (Advance)નું રિઝલ્ટ બહાર આવ્યું હતું. જેમાં ડાયમન્ડ સીટી સુરતનો એક વિદ્યાર્થી ઝળક્યો હતો. જત્સ્ય જરીવાલાએ નેશનલ લેવલ પર  AIR ૨૪ રેન્ક સિક્યોર કરી લીધો છે. ગુજરાતમાં ટોચનું સ્થાન મેળવતા શહેરના બાળકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. જત્સ્યા ઉપરાંત, ધ્રુવ પાનસુરિયાને Gen-EWS કેટેગરીમાં AIR ૮૬, જ્યારે સુભાષ માલવિયાને Gen-EWS-PWD કેટેગરીમાં છૈંઇ ૩ મેળવ્યો છે.

IIT બોમ્બે ઝોનમાં જત્સ્ય ટોપ-૪માં સામેલ છે, જેમાં ટોપ ૧૦૦ રેન્કર્સની યાદીમાં ૨૨ વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર અભ્યાસ જ નહીં, જત્સ્ય ચેસ અને સિતાર વાદક પણ છે. તેથી, પરીક્ષાના દિવસે પોતાને તણાવમુક્ત કરવા માટે તે વિરામ વચ્ચે ચેસ રમ્યો હતો.

શહેરની સ્કોલર ઇંગ્લિશ એકેડેમીમાં શાળાનો અભ્યાસ કરનારા જત્સ્યાએ કહ્યું કે હું મારા લક્ષ્ય પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતો હતો કારણ કે મેં પાછલા વર્ષોમાં સેંકડો પેપર સોલ્વ કર્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી મેં એક પણ ડાઉટ રાખ્યો નહોતો, જે પણ સવાલ હોય તેને હું સોલ્વ કરી દેતો હતો. મારી કોચિંગ સંસ્થાએ મારા માટે નક્કી કરેલા સમયપત્રકને મેં ધાર્મિક રીતે અનુસર્યું હતું. હું ૈંૈં્‌ બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગુ છું. ”

એક વેપારી અને શિક્ષક દંપતીના પુત્ર, જત્સ્યએ કહ્યું કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી, હું ભાવિ ઉમેદવારોને કહેવા માંગુ છું કે માત્ર સખત મહેનતનું જ ફળ મળશે. “જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ ભૂલનો પસ્તાવો છે, તો જત્સ્યાએ કહ્યું બીજા પેપરમાં હું થાકી ગયો હતો. હું વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે છ કલાક સ્ટ્રેચ પર બેસીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપીશ.

પરીક્ષાની તૈયારી વચ્ચે જત્સ્ય કેવી રીતે આરામ કરતો હતો એ અંગે તેણે જણાવતા કહ્યું કે તેને ઓનલાઇન ચેસ રમવાનું પસંદ છે. પરીક્ષાના દિવસે પણ જત્સ્ય ત્રણ કલાકના બે પેપર વચ્ચે એક કલાકના વિરામ દરમિયાન ચેસ રમ્યો હતો. આ અંગે તેના પિતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે “મારા માટે જત્સ્યના પરિણામોથી મોટી કોઈ ભેટ હોઈ શકે નહીં.

વાસ્તવમાં, હું હવે આખી દુનિયામાં નંબર-૧ પર છું. ગૌરવપૂર્ણ માતા-પિતાએ આનંદ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર ચેસ વિઝાર્ડ છે અને સારો સિતાર વાદક પણ છે. તેણે થોડા વર્ષો પહેલા કલા મહાકુંભમાં ગુજરાતમાં ત્રીજાે રેન્ક મેળવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.