Western Times News

Gujarati News

ઘુસણખોરી કરાવતા લેભાગુ એજન્ટોનું નેટવર્ક તોડવા પોલીસ સક્રીય થઈ

ઘુસણખોરી કરાવતા એજન્ટોનું નેટવર્ક તોડવા પોલીસ મેદાને

(એજન્સી) અમદાવાદ, આજે યુવાઓને વિદેશમાં સેટલ થવાનું એટલી હદે ઘેલું લાગ્યું છે કે તે કરોડો રૂપિયા ખર્ચીને પણ ગેરકાયદે પહોંચી જાય છે. વિદેશમાં પહોંચાડવાનો ખેલ એટલો ખતરનાક છે કે તેમાં ઘણી વખત ગુજરાતીઓનાં મોત થયાં હોય છે, જયારે કેટલાક લોકોને બંધક બનાવી દેવામાં આવતા હોય છે.

વિદેશમાં મોકલી આપનાર લેભાગુ એજન્ટોને નકકી થયેલી ડીલ પ્રમાણેના રૂપિયા નહીં મળતા તે કોઈ પણ હિસાબે જે તે પેસેન્જરને ફસાવી દેતા હોય છે. નરોડાના દંપતીને ઈરાનમાં બંધક બનાવી દેવાના ચકચારી કિસ્સા બાદ પોલીસ અને એજન્સીઓ એલર્ટ થઈ છે અને એજન્ટોની ચેઈન ક્રેક કરવા માટે એક્ટિવ થઈ છે. વિદેશમાં ઘુસણખોરીના આ મસમોટા કૌભાંડમાં વિવિધ રાજય તેમજ દેશના એજન્ટો સક્રિય હોય છે.

સંકેત પટેલ નામના યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેના ભાઈ પંકજ પટેલ અને ભાભી નિશા પટેલે ગાંધીનગરના સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.૧.૧પ કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નકકી કર્યો હતો.

એજન્ટે એવું કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલાં હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજાે એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈ અમેરિકા મોકલશે અમેરિકા પહોંચતા પહેલાં જ ઈરાનમાં તેમના ભાઈ પંકજ અને નિશાનું અપહરણ થયું હતું.

પંકજ પટેલે અમેરિકા જવા માટે ગાંધીનગરના સરગાસણ ખાતેના એજન્ટ પિન્ટુ ગોસ્વામી અને અભય રાવલનો સંપર્ક કર્યો હતો બંને જણાંને અમેરિકા પહોંચાડવા માટે ૧.૧પ કરોડની ડીલ નકકી કરાઈ હતી પહેલાં પંકજ અને નિશાને હૈદરાબાદ લઈ જવાયા હતાં, ત્યાંથી બીજાે એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈ અમેરિકા મોકલશે એવી ડીલ કરી હતી.

દંપતીને અમેરિકા જવાના બદલે ઈરાન પહોંચાડયું હતું, જયાં તેમને બંધક બનાવીને રૂપિયા માગવાનો ખેલ શરૂ થયો હતો.
સંકેત પટેલની ફરિયાદના આધારે ગુજરાત પોલીસ એક્ટિવ થઈ હતી અને ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનામાં

ગંભીરતા દાખવીને વિદેશ મંત્રાલય, ઈન્ટરપોલ, ઈરાન ખાતેના રાજદૂતનો સંપર્ક કર્યો હતો અને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યાં હતા.

અપહરણની ખબર ત્યારે પડી કે જયારે પંકજ પટેલ પર યાતનાઓ કરવો એક વીડિયો તેના પરિવારજનોને મોકલાયો હતો, જેમાં એક વીડિયોમાં પંકજ અને નિશાન સ્વિમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામાં આવી રહી હતી.

પંકજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવાયો હતો અને તેની પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા હતા. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી હતી દર્દથી કણસતો પંકજ રીતસરનો કરગરી રહ્યો હતો અને આજીજી કરી રહ્યો હતો કે જલદી પૈસા મોકલી આપો, નહીંતર આ લોકો મને મારી નાખશે.

ઝોન-૪નાં ડીસીપી ડો. કાનન દેસાઈએ આ અંગે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા તમામ એજન્ટની ધરપકડ કરવામાં આવશે. ઝીણવટપૂર્વકની તપાસ બાદ જવાબદાર તમામ લોકોને કાયદાના સકંજામાં લેવામાં આવશે. ગૃહ વિભાગ સમગ્ર કેસનું સીધું સુપરવિઝન કરશે આ કાંડ બહાર આવ્યા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.