Western Times News

Gujarati News

સાબરડેરી દ્વારા સભાસદોને ૧૮ ટકા ભાવફેર મળવાની શક્યતા

મોડાસા, એક તરફ સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીને સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અંદાજે ૩,૮૪,૯૯૬ સભાસદો પાસેથી સ્થાનિક ડેરીઓ મારફતે દૂધનું સંપાદન કરીને તે દૂધને સાબર ડેરીના તથા અન્ય રાજયોના મિલ્ક પ્લાન્ટોમાં મોકલી વિવિધ બનાવટોનો અમુલના માધ્યમથી વેચાણ કરાય છે. There is a possibility of 18 percent price change for the members through Sabar Dairy.

ત્યારે દર વર્ષે દૂધ ઉત્પાદકોને ભાવફેર પેટે કેટલીક રકમ મળતી હોય છે જે મુજબ આ વર્ષે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને અંદાજે ૧૮ ટકા ભાવફેરની રકમ મળવાની શકયતા ઉજળી બની છે જેથી દૂધ ઉત્પાદકોમાં આનંદ છવાયો છે.

જાેકે સાબર ડેરીના ભાવફેર અંગેનો આખરી નિર્ણય ચાલુ જુન માસના અંતે ૩૦ જૂનના રોજ સાબર ડેરીના નિયામક મંડળની મળનારી સામાન્ય સભામાં જાહેરાત થશે. જયારે બિન સભાસદ ડેરીઓને જાે ડિબેન્ચરની રકમ પરત લેવી હશે તો ૭ ટકા વ્યાજ સાથે પરત અપાશે અને ડિબેન્ચર પરત નહી કરનાર સ્થાનિક ડેરીઓને વર્ષ આખરે ૧પ ટકા ડીવિડન્ડ મળશે.

બીજી તરફ બંને જિલ્લાના સંયુકત સભાસદોની સાબર ડેરીના ડિરેકટર બોર્ડની મુદત આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલની આગેવાની અને રાહબરી હેઠળ સાબરડેરીએ પ્રગતિના સોપાનો સર કર્યા છે ત્યારે ચૂંટણીમાં તેનો લાભ મળશે. આ સાબરડેરીની આગામી ચૂંટણીને લઈ અત્યારથી જ નવા સમીકરણો રચવાનું શરૂ થઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.