Western Times News

Gujarati News

ધ્રુવ મહેતા ની “થઈ જશે”થી લઈને “ચાર ફેરાનું ચકડોળ” સુધીની સફર

પ્રશંસનીય ગુજરાતી ફિલ્મ “થઈ જશે”થી શરૂઆત કરીને આ 7 વર્ષોમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, લાઈન પ્રોડયુસર , પ્રોડક્સન હેડ તરીકે પોતાનું અભુતપૂર્વ યોગદાન આપનાર અને માર્કેટિંગથી કારકિર્દીની શરૂઆત કરીને આજે પ્રોડ્યુસર તરીકે કામ કરી રહેલા સૌથી યુવા ફિલ્મ મેકર / એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર એવા ધ્રુવ મહેતા  સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો.

1.      તમારી હાલ મા રિલીઝ થયેલી ફિલ્મ “ચાર ફેરાનું ચકડોળ” વિશે જણાવશો જે ત્રીજા સપ્તાહ માં ધૂમ મચાવે છે ..

ધ્રુવ મહેતા – આ એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે, જેમાં પ્રોડક્સન મારુ છે અને ફિલ્મ માં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. દર્શકો આ ફિલ્મ જોયા પછી કાંઈક સમજીને, શીખીને અને હસીને બહાર નીકળશે તે નક્કી છે.  “ચાર ફેરાનું ચકડોળ” તમારા નજીક ના સિનેમાઘરોમાં આવી ગઈ છે. જેમાં મુકેશ ભંભાણી (સંજય ગોરડિયા ) અને તેની પત્ની નીતા ( દિશા સાવલા ) વચ્ચે ની વાર્તા છે. જેમાં દેખાડો અને ચાદર હોય એટલા જ પગ કરવાના જેવી કેહવત સાર્થક થાય છે. નિશીથ બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજય ગોરાડિયા, સ્મિત પંડ્યા, દિશા સાવલા ઉપાધ્યાય, વિશાલ ઠક્કર અને ભાવિની ગાંધી છે.

2.      આપના બેકગ્રાઉન્ડ વિશે જણાવશો…

ધ્રુવ મહેતા – મેં 16 વર્ષની ઉંમરે સેલ્સ- માર્કેટિંગમાં સતત કામ કર્યું.  કોર્પોરેટ સેલ્સથી લઈને ડોર- ટૂ- ડોર માર્કેટિંગ કરીને જીવનમાં આગળ આવવા માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો છે.

3.      તો પછી માર્કેટિંગમાંથી સીધા ફિલ્મી દુનિયામાં કઈ રીતે આવ્યા?

ધ્રુવ મહેતા – મને શરૂઆતથી જ ફિલ્મી દુનિયામાં રસ તો હતો જ. કોલેજ સમયમાં હું નાટકો, યુથ ફેસ્ટિવલ વગેરેમાં ભાગ લેતો. એવામાં સિંગાપોર જવાનું થયું અને ત્યાંથી પરત ફરીને ફિલ્મ પ્રોડક્શન અને મેનેજમેન્ટ કોર્સનો અભ્યાસ કર્યો. અને ઉપરવાળા ની કૃપા થી “થઇ જશે ! ” પ્રથમ ફિલ્મ મળી.

4.      પ્રથમ ફિલ્મ અંગેનો આપનો અનુભવ કેવો રહ્યો?

ધ્રુવ મહેતા – મારી પ્રથમ ફિલ્મ હતી “થઈ જશે”. એક અદભુત ફિલ્મ કે જેની સફર પણ યાદગાર રહી અને આ ફિલ્મ પણ એટલી જ યાદગાર બની મારા માટે. ઘણું શીખવા મળ્યું , જોવા મળ્યું.

5.      અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે મુકામ પર છે, એ એક પ્રોડ્યૂસર તરીકે તમે શું કહેશો?

ધ્રુવ મહેતા – પ્રયત્ન શરૂ છે બધા ના સારી ફિલ્મો આપવાના, પણ સાથે કોઈ પણ ફિલ્મ મેકર માટે એક બજેટથી વધારે સાહસ કરવું પણ ઘણું જ અઘરું છે. ગુજરાતમાં 2 પ્રકારની ઓડિયન્સ છે: અર્બન અને રૂરલ. વર્તમાન સમયમાં, રૂરલ ઓડિયન્સ સુધી પહોંચી શકાતું નથી કારણકે, માર્કેટિંગ બજેટ, સમય , ત્યાં પહોંચવાના માધ્યમ અને સિનેમાઘરોનો અભાવ વધારે છે. વધારે ઊંડાણ મા કઉ તો કોઈ પણ પ્રોડક્ટ માટે ઇફેક્ટિવ માર્કેટિંગ હોવું સૌથી અગત્ય નું છે.

6.      તમને ગમતી ફિલ્મો  ?

ધ્રુવ મહેતા –  ગુજરાતી ફિલ્મોની વાત કરું તો બે યાર, થઈ જશે…ને લિસ્ટ લાબું છે. હિન્દીમાં રાજકુમાર હીરાનીજી સાથે પ્રિયદર્શન ની ઘણી બધી ફિલ્મો, આ ઉપરાંત ઇંગ્લિશ , કોરિયન, સાઉથ નું લિસ્ટ લાબું છે. હાહાહા

7.      એક પ્રોડ્યૂસર તરીકે તમને કયા પ્રકારની ફિલ્મો કરવાની વધુ ગમે અને ફિલ્મો પ્રત્યેનું તમારું વિઝન શું છે?

ધ્રુવ મહેતા – મને સૌથી વધારે કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો કરવી પસંદ છે, જેમાં સૌથી મહત્વનું છે સ્ક્રિપ્ટ. ત્યારબાદ, ડિરેક્ટર, એક્ટર્સ બહુજ મોટો ભાગ ભજવે છે. હું તો બસ એટલું જ માનું છું કે વધારે કોમર્શિયલ ફિલ્મ્સ બનાવવી. દર્શકો 2 કલાક ફિલ્મ જોયા બાદ પૈસા વસૂલ બોલે એ જ એક ફિલ્મ મેકર માટે મહત્વની વાત છે.

8.      “ચાર ફેરાનું ચકડોળ” પછી ફ્યુચર પ્લાન્સ?

ધ્રુવ મહેતા – આ એવર લાસ્ટીંગ જર્ની છે, આવનાર સમયમાં હું ઘણા બધા  પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છું. મને હંમેશા નવી સ્ક્રિપ્ટ સાંભળવી ગમે છે. સાથે સાથે 1 ના 2 રૂપિયા કરવા એ પણ એટલું જ જરૂરી છે પ્રોડ્યૂસર માટે. આજે તમારા પર પૈસા રોકવા વાળા ને વળતર આપવાની જવાબદારી પણ તમારી છે, ને તો જ ફિલ્મો બનશે.

9.      અંતમાં તમારા જીવનના ઉદ્દેશ અંગે જણાવશો..

ધ્રુવ મહેતા –  વધારે ખાસ નઈ પણ એન્ટરટેઇન કરતો રહીશ મારા કામ થી, બધા મારાથી ખુશ રહે જે ઘણું અઘરું છે પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ.હાહાહા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.