Western Times News

Gujarati News

દર્શકો નહીં મળતાં મોટી સંખ્યામાં ઘટાડવામાં આવ્યા આદિપુરુષના શૉ

મુંબઈ, ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ તેના બીજા સપ્તાહમાં પહોંચી ગઈ છે, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મની હાલત ખૂબ જ ખરાબ છે. બમ્પર ઓપનિંગ પછી જે રીતે ફિલ્મ ફ્લોપ થઈ છે, તેનાથી પહેલાથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બીજું અઠવાડિયું પડકારોથી ભરેલું રહેશે. પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાનની આ ફિલ્મ સિનેમાઘરોમાં નબળી પડી રહી છે. પ્રથમ સપ્તાહ બાદ દેશભરમાં મોટી સંખ્યામાં થિયેટરોએ ફિલ્મના શોમાં ઘટાડો કર્યો છે. Adipurush directed by Om Raut

નકારાત્મક ચર્ચા અને વિવાદના કારણે ફિલ્મની કમાણી પર ખરાબ અસર પડી છે. જટ્ઠષ્ઠહૈઙ્માના અહેવાલ મુજબ, ૯માં દિવસે શનિવારે ‘આદિપુરુષ’એ દેશભરમાં ૫.૦૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેમાંથી ફિલ્મે હિન્દી વર્ઝનમાં ૩.૨૨ કરોડ રૂપિયા અને તેલુગુમાં ૧.૮૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

એક દિવસ પહેલા શુક્રવારે આ ફિલ્મે દેશમાં ૩.૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. નવ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે ૨૬૮.૩૫ કરોડ રૂપિયા છે. આદિપુરુષને લઈને લોકોમાં ભારે નિરાશા છે, જ્યારે બીજી બાજુ વિરોધના સૂર સતત ઉઠી રહ્યા છે. દર્શકોની અછતને કારણે ફિલ્મના શોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મમાં વધુ પડતી આશા રાખવી વ્યાજબી નથી. ‘આદિપુરુષ’નું બજેટ ૫૦૦ કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

આવી સ્થિતિમાં દેશમાં હિટ સાબિત થવા માટે ફિલ્મને ઓછામાં ઓછા ૫૧૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરવું પડશે. બીજી બાજુ ‘ઝરા હટકે ઝરા બચકે’ અને ‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ જેવી ફિલ્મો કે જેઓ પહેલાથી જ થિયેટરોમાં ચાલી રહી છે તેને ફાયદો થયો છે.

થિયેટર માલિકોએ ‘આદિપુરુષ’ના શો ઘટાડીને આ ફિલ્મોના શો વધાર્યા છે. આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ કે જેઓ ફિલ્મના વિવાદાસ્પદ સંવાદો અને ફિલ્મના મુખ્ય પાત્રોના દેખાવને કારણે ભારે પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે તેમણે છઠ્ઠા દિવસે સંવાદો બદલી નાખ્યા છે. ફિલ્મની ટીમે ફિલ્મમાં લંકા સળગાવતા પહેલા હનુમાનજીના પાત્ર બજરંગ બલી દ્વારા બોલાયેલા વિવાદાસ્પદ સંવાદની વીડિયો ક્લિપ રિલીઝ કરી છે.

બદલાયેલા સંવાદમાં ‘બાપ’ શબ્દને બદલે ‘લંકા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ ડાયલોગ બની ગયો છે ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી ઔર જલેગી ભી તેરી લંકા કી’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.