Western Times News

Gujarati News

રાંતેજ-સુંઢીયામાં જુગાર રમતા આઠ શકુની ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

રોકડ સહિત રૂા.ર૭,ર૬૦નો મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણા, બેચરાજીના રાંતેજ તેમજ વડનગરના સુંઢીયાની સીમમાં જુગાર રમી રહેલા ૮ શકુનીઓને સ્થાનિક પોલીસે બાતમીના આધારે રેડ કરી રોકડ સહિત રૂ.ર૭,ર૬૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જયારે એક શખ્સ નાસી જવામાં સફળ થયો હતો.

રાંતેજ ગામ નજીક પડતર ખેતરમાં જુગાર રમી રહેલા શખ્સોને ઝડપી પાડવા બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેડ કરી હતી જેમાં રાંતેજ ગામના કૌશિક નાથાલાલ પટેલ, દિનેશ સોમનાથ ભટ્ટ, નરેન્દ્ર ભાઈલાલભાઈ પટેલ, પ્રવિણ હિંમતસિંહ રાઠોડ તેમજ ભારૂભા કાળુભા દરબાર રૂ.૧ર,૧૮૦ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

ઉપરાંત સુંઢીયા હાજીપુર ગામની ખુલ્લી જગ્યામાં સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી જેમાં લાલજી ઇશ્વરજી ઠાકોર (સુંઢીયા), અશોક અમરતજી ઠાકોર અને શૈલેષ ચંદુજી ઠાકોર (બંને મલેકપુર-કલ્યાણપુરા, તા. ખેરાલુ) રૂ.૧પ,૦૮૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા જયારે સુંઢિયાના આંબાવાડીમાં રહેતો રઘાજી ગોકાજી ઠાકોર નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.