Western Times News

Gujarati News

AMTS માં પેસેન્જર ઘટવા છતાં પણ આવકમાં વધારો થયો

એએમટીએસને ભાડાવધારો ‘ફળ્યો’ -તંત્ર ખુશખુશાલ

અમદાવાદ,ગત શનિવાર, તા.૧ જુલાઈથી જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ એવી એએમટીએસ બસ સર્વિસમાં તંત્ર દ્વારા ભાડાવધારો કરાયો છે. આ ભાડાવધારો બીઆરટીએસ બસ સર્વિસમાં પણ કરાયો છે. આ બંને બસ સર્વિસમાં છેલ્લાં દસ વર્ષથી ભાડાવધારો કરાયો ન હોઈ તે કરવો પડ્યો છે.

તેમ મ્યુનિ. સત્તાવાળાઓ કહે છે. હવે એએમટીએસ અને બીઆરટીએસમાં લઘુત્તમ ભાડુ રૂા.પાંચ કરાયું હોઈ માત્ર છ સ્ટેજનાં ભાડા અમલમાં મુકાયાં છે. દરમિયાન, એએમટીએસ તંત્રની ધારણા મુજબ ભાડાવધારાથી દિલ્હીની મેટ્રોની જેમ પેસેન્જર્સ ઘટ્યા છેે, જાેકે આવકમાં વધારો થતાં આવકની દૃષ્ટિએ ભાડાવધારો ફળતાં તંત્ર ખુશખુશાલ છે.

ગત તા.૧ જુલાઈથી એએમટીએસમાં પેસેન્જર્સને વધુ ભાડું ચૂકવવું પડે છે. એએમટીએસમાં મહત્તમ ભાડું રૂા.૩૦ થયું છે. બે કિ.મી.ના પહેલા સ્ટેજની જગ્યાએ હવે ત્રણ કિ.મી. કરાયા છે, જાેકેે મહિલાઓની મનપસંદ ટિકિટમાં કોઈ વધારો કરાયો નથી. ફક્ત પુરુષ મનપસંદ ટિકિટના રૂ.૩૫નાા બદલે રૂ.૪૫ કરાયા છે. પેસેન્જર્સને હવે રૂ.પાંચ, દસ, પંદર, પચીસ અને ત્રીસના દરની ટિકિટ લેવી પડશે એટલે છુટા પૈસાનો કકળાટ નહીં થાય તેવો તંત્રનો દાવો છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને તા.૧ જુલાઈના ભાડાવધારાની પેસેન્જર્સની સંખ્યા અને આવકમાં થયેલા ફેરફાર અંગે પૂછવામાં આવતાં તેઓ કહે છે, તા.૧ જુલાઈએ કુલ ૩.૪૦ લાખ પેસેન્જર્સ થયા હતા, જ્યારે તંત્રને રૂ.૨૯.૩૪ લાખની આવક થઇ હતી.

આની સરખામણીએ ગત તા.૨૪ જૂન, શનિવારે એટલે કે ભાડાવધારાના એક અઠવાડિયાની પહેલાં કુલ ૩.૫૫ લાખ પેસેન્જર્સે એએમટીએસની સફર કરી હતી અને તે દિવસે તંત્રને રૂ.૧૯.૭૭ લાખની આવક થઇ હતી.

જાેકે એક જ અઠવાડિયામાં ભાડું વધતાં આશરે ૧૫ હજાર પેસેન્જર્સ ઘટી ગયા હતા. જાેકે પેસેન્જર્સ ઘટ્યા હોવા છતાં તંત્રની આવકમાં રૂ.સાડા નવ લાખ જેટલો વધારો થયો હતો.

શનિવારે પેસેન્જર્સ ઘટવા અંગે તંત્ર કહે છે, તે દિવસે શહેરમાં ભારે વરસાદના પગલે પણ પેસેન્જર્સ ઘટ્યા હતા. અનેક લોકોએ વરસાદની બીકથી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જાેકે રવિવારેે રજા હોઈ તે દિવસે પેસેન્જર્સની સંખ્યા સ્વાભાવિકપણે ઘટે છે એટલે તે દિવસના પેસેેન્જર્સ કે વકરો ખાસ ગણી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.