Western Times News

Gujarati News

એમ્બેસીએ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરતા મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી

Files Photo

અમદાવાદ, વધુ એક NRI મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે અને કહ્યું કે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે બનાવવામાં આવેલાં નિયમ ગુજરાતમાં રહેતા તેના બીમાર ભાઈની કિડની દાન કરવાની ઈચ્છામાં રોડા બની રહ્યાં છે.

મહિલાના વકીલે મંગળવારે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળઈ બેંચને વિનંતી કરી કે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. તેઓએ એવું પણ કહ્યું કે, વિદેશમાં રહેતાં આ મહિલા પોતાના ભાઈને પોતાની કિડની દાન કરવા માગે છે, કારણ કે તેમની હાલત રોજ રોજ બગડતી જઈ રહી છે. જે માટે તેઓએ પ્રોવિધઝન્સ ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ અને ટીસ્યૂસ એક્ટ ૨૦૧૧ની જાેગવાઈ મુજબ એક પ્રક્રિયા હાથ ધરવી પડશે.

આ નિયમમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઈચ્છિત દાતા જાે ભારતની બહાર એટલે કે વિદેશમાં રહેતો હોય તો તેમે ઈન્ડિયન એમ્બેસીમાંથી એક પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. જાે કે, મહિલાએ ત્યાંના દૂતાવાસનો સંપર્ક કર્યો હતો અને અનુરોધ કર્યો હતો. પરંતુ ત્યાંની એમ્બેસીએ કહ્યું કે, એમ્બેસી અને તેમના અધિકારીઓ પાસે આવા પ્રકારના સર્ટિફિકેટ આપવાનો અધિકાર નથી. વકીલે કહ્યું કે, આ નિયમનું પાલન કરવું અશક્ય છે.

સાથે જ આ મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે એવી પણ માગણી કરી હતી. વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને કોર્ટ ગુરુવારે આ મામલે સુનાવણી માટે તૈયાર થઈ ગઈ હતી. ગયા વર્ષે કેનેડામાં રહેતી એક એનઆરઆઈ મહિલાએ પણ ગુજરાત હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો.

તેમને પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે કોર્ટે આ નીતિને રદ્દ કરતા કહ્યું કે, સરકાર સ્વાસ્થ્ય અને જીવનના અધિકારને માત્ર પોતાના ડોમિસાઈલ પૂરતો મર્યાદિત ન રાખી શકે. હાઈકોર્ટના આદેશે ગુજરાત બહારના પ્રાપ્તકર્તાઓઓ માટે આ પ્રમાણપત્રો વિના અંગ પ્રાપ્તકર્તાઓની યાદીમાં પોતાને નોંધણી કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

આ વખતે દેશી બહારની એક વ્યક્તિએ અંગદાનમાં નિયમોને કારણે થતી અડચમ અંગે ફરિયાદ કરીને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મહત્વનું છે કે, આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. જેના કારણે કેટલાંક લોકોને કાયદાનો સહારો લેવો પડતો હોય છે.

ખાસ કરીને જે લોકો વિદેશમાં રહેતા હોય અને તેમના સંબંધી ભારત કે ગુજરાતમાં રહેતા હોય ત્યારે તેમને અનેક પ્રોસિઝરમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે. તેઓએ કેટલાંક પ્રમાણપત્રો અને દસ્તાવેજાે રજૂ કરવાના રહેતા હોય છે. જેના આધારે પછી તેમની આગળની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. કારણ કે એનઆરઆઈ હોવાથી કેટલાંક નિયમોમાંથી પસાર થવું પડતું હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.