Western Times News

Gujarati News

નડિયાદમાં બુટલેગરના દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

દારૂ, બિયર સહિતના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ધરપકડ

(સાજીદ સૈયદ)નડિયાદ,  નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં દિનશાનગર પાસે આશીર્વાદ સોસાયટી નજીક નવી બનેલ એક દુકાનમાં ધમ ધમતા બુટલેગર બેલડી અશોક સના તળપદા અને લક્ષ્મણ ઉર્ફે અંકિત રાજુ સરગરા મારવાડીના વિદેશી દારૂના અડ્ડા પર ગઈકાલે રાત્રિના સમયે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી છાપો

મારી વિદેશી દારૂ તેમજ બીયર ટીન નંગ ૮૯ કિમત રૂપિયા૧૨, ૦૯૦ નો જથ્થો ઝડપી પાડી પોલીસે ત્યાં ઉપસ્થિત બુટલેગર બેલડી ની અટકાયત કરી છે

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ ની પ્રાથમિક તપાસમાં બુટલેગર બેલડીને વિદેશી દારૂ તેમજ બિયર ટીન નો જથ્થો નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ટેલીફોન એક્સચેન્જ પાસેના રાજીવ નગરમાં રહેતો બુટલેગર જીતુ રમેશ મારવાડી આપતો હોવાનો ખુલાસો થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ દિનશા નગરમાં રહેતી બુટલેગર બેલડી અશોક સના તળપદા અને લક્ષ્મણ ઉર્ફે અંકિત રાજુ સરગરા મારવાડી એ છ એક માસથી ઘર પાસેના આશીર્વાદ સોસાયટી નજીક નવી બનેલ એક દુકાનમાં સરેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો કર્યો હતો

બુટલેગર બેલડી અડ્ડા પર દારૂ પીવા આવનાર નશાખોરોને તમામ સવલત પૂરી પાડતી હોવાના કારણે બુટલેગર બેલડીના આ દારૂના અડ્ડા પર દિન રાત વિદેશી દારૂ પીવા આવનાર પિક્ડોનો મોટી સંખ્યામાં જમાવડો રહેતો હોવાનું કહેવાય છે દરમિયાન ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ પોલીસ ટીમને

ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બુટલેગર બેલડીના સરેઆમ ધમધમતા આ વિદેશી દારૂના અડ્ડા અંગે બાતમી મળી હતી જેના પગલે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ ટીમે તુરંત નડિયાદ ઘસી જઈ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બુટલેગર બેલડી

અશોક તળપદા અને લક્ષ્મણ ઉર્ફે અંકિત સરગરા મારવાડી ના દિનસા નગર આશીર્વાદ સોસાયટી પાસે નવી બનેલ દુકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો અને પોલીસે ત્યાંથી વિદેશી દારૂ તેમજ બિયર ટીન મળી કુલ નંગ ૮૯ કિંમત રૂપિયા ૧૨,૦૯૦ નો જથ્થો ઝડપી પાડ્યો હતો

સાથે પોલીસે અડ્ડામાં ઉપસ્થિત બુટલેગર બેલડી અશોક સના તળપદા અને લક્ષ્મણ ઉર્ફે અંકિત રાજુ સરગરા મારવાડીને દબોચી લીધા હતા અને પોલીસે વિદેશી દારૂ બીયર ટીન નો જથ્થો બે મોબાઈલ એમ જ રોકડા રૂપિયા ૮૦૬૦ મળી કુલ રૂપિયા ૩૦૪૫૦ ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં બુટલેગર બેલડીને વિદેશી દારૂ તેમજ બીયરટીન નો જથ્થો નડિયાદ પશ્ચિમમાં ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલ રાજીવ નગરમાં રહેતો બુટલેગર જીતુ રમેશ મારવાડી આપતો હોવાનો ખુલાસો થયો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે દારૂબંધીનો ગુનો નોંધાવી વોન્ટેડ આરોપી બુટલેગર જીતુ રમેશ મારવાડીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.