Western Times News

Gujarati News

રાજકુમાર રાવે સ્ત્રી-૨ ફિલ્મના ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે. વર્ષ ૨૦૧૮માં બંનેએ સ્ત્રી જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું અને હવે તેઓ તેની સિક્વલ લઈને આવી રહ્યા છે. હા, મેકર્સે ‘સ્ત્રી ૨’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ સાથે જ ફેન્સ તેની સ્ટોરી અને થીમ વિશે અનુમાન લગાવવા લાગ્યા છે. Rajkumar Rao shared the teaser of Stree-2 on Instagram

સૌથી પહેલા વાત કરીએ સ્ત્રી ૨ના ફર્સ્ટ લુકની તો તેને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં એક નાનું રીકેપ પણ જાેવા મળે છે. તે જણાવે છે કે વર્ષ ૨૦૧૮માં શું થીમ હતી અને વર્ષ ૨૦૨૪માં શું થીમ જાેવા મળશે. આ શેર કરતાં રાજકુમાર રાવે ‘સ્ત્રી ૨’ની રિલીઝ ડેટ વિશે પણ સંકેત આપ્યો હતો.

તેણે લખ્યું કે, ‘ચંદેરીમાં ફરી એકવાર આતંક ફેલાયો છે. ‘સ્ત્રી ૨’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તે આવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૪માં. આનો સ્પષ્ટ અર્થ છે કે દિનેશ વિજનની ‘સ્ત્રી ૨’ ઓગસ્ટ ૨૦૨૪માં રિલીઝ થશે. સ્ત્રી ૨ના ટીઝરની શરૂઆત વર્ષ ૨૦૧૮ની વાર્તા ‘ઓ સ્ત્રી કલ આના’થી થાય છે. પછી વર્ષ ૨૦૨૪ આવે છે.

જ્યાં દીવાલ પર લાલ રંગમાં લખેલું છે, ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ આ સાથે જણાવવામાં આવ્યું છે કે આ વખતે એવો આતંક છે કે જેનાથી લડવા માટે ગ્રામજનો સ્ત્રીને રક્ષણ માટે બોલાવે છે.

સ્ત્રી ૨ જિયો સ્ટુડિયો અને દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. તેને ‘ભેડિયા’ બનાવનાર ડિરેક્ટર અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ટીમ ફરી એકવાર જાેવા મળશે.

જ્યાં એક્શન અને ડિટેક્ટીવ ફિલ્મોનો ઘણો ક્રેઝ છે ત્યારે નિર્માતા દિનેશ વિજને વર્ષ ૨૦૧૮માં જ હોરર કોમેડી ફિલ્મોનું બ્રહ્માંડ ઊભું કર્યું હતું. ‘સ્ત્રી’ આ એપિસોડની શરૂઆત હતી, પછી જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ‘રૂહી’ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ અને પછી વરુણ ધવન અને ક્રિતિ સેનનની ‘ભેડિયા’ આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.