Western Times News

Gujarati News

ટામેટાંના ભાવ ૩૫-૪૦ રૂપિયા સસ્તા થયા: સરકારના પગલાંથી રાહત

ઘણા રાજ્યોમાં ટામેટાં સસ્તા થતા લોકોને રાહત થઈ

(એજન્સી)નવી દિલ્હી, ટામેટાંના ઊંચા ભાવને ઘટાડવાના પ્રયાસરૂપે કેન્દ્ર સરકારે સરકારી સહકારી સંસ્થાઓને સસ્તા દરે ટામેટાં વેચવાની સૂચના આપી છે. એનસીસીએફ અને નાફેડ જેવી સહકારી સંસ્થાઓમાં અગાઉ ટામેટાં ૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા

અને હવે તેમાં વધુ ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તે ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પટનામાં ટામેટાં સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે, જેના કારણે ગરીબ લોકોને વધેલા ભાવથી થોડી રાહત મળી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ટામેટાંના ભાવ લોકોની પહોંચની બહાર જતા જાેઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને ટામેટાંના જથ્થાબંધ ભાવને નીચે લાવવા માટે પગલાં લેવાયા હતા. ટામેટાંના ભાવ ઘટાડવાના પ્રયાસની અસર મુખ્યત્વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાેવા મળી રહી છે

અને હવે આ શાકભાજી અહીં રૂ. ૮૦ પ્રતિ કિલોના ભાવે મળે છે. કન્ઝ્‌યુમર અફેયર્સ મિનિસ્ટરનું કહેવું છે કે “સરકારના પગલાને કારણે જ જનતાને મોંઘા ટામેટાંથી રાહત મળી છે, ત્યારબાદ ટામેટાંના ભાવ ૩૫-૪૦ રૂપિયા સસ્તા થયા છે. જ્યાં ૧૫ જુલાઈ સુધી ટામેટાંના ભાવ ૯૦ રૂપિયા પ્રતિ કિલો છે.

જ્યારે બીજા દિવસે એટલે કે ૧૬ જુલાઇ રવિવારના રોજ આ ભાવ ઘટીને ૮૦ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યા છે. પહેલા ૧૩૦-૧૫૦ રૂપિયા પ્રતિ કિલો ટામેટાં વેચાતા હતા. જાે કે વધતાં ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે. અન્ય કેટલાક રાજ્યોમાં પણ ટામેટાના ભાવમાં ઘટાડો થતો જણાય છે

અને આગામી સમયમાં તે વધુ ઘટશે. દેશમાં ટામેટાંની વધતી કિંમતોએ લોકોને પરેશાન કરી દીધા છે અને કેટલીક જગ્યાએ રસોડામાં વપરાતી આ મહત્વની વસ્તુનો ભાવ ૧૬૦-૧૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જાે કે, આના કારણે, સરકારે પગલાં લેવાનું નક્કી કર્યું

અને સરકારી સહકારી સંસ્થાઓ એનસીસીએફ અને નાફેડને સસ્તા દરે ટામેટાં આપવાના પ્રયાસો કર્યા. જેના કારણે મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ટામેટાંની ખરીદી વધારવાનો ર્નિણય લેવાયો હતો અને સરકારી એજન્સીઓ મારફત ટામેટાંની નવી આવકો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.