Western Times News

Gujarati News

કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડીનું નિધન થયું

નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું આજે સવારે નિધન થઈ ગયું છે.તેઓ ૭૯ વર્ષના હતા. છેલ્લા કેટલાય મહિનાથી બેંગલુરુમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઓમન ચાંડીના નિધનના સમાચાર તેમના દીકરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા છે. Former CM of Kerala Ooman Chandy passed away

ઓેમન ચાંડીએ ૨૦૦૪-૨૦૦૬, ૨૦૧૧-૨૦૧૬ દરમ્યાન કેરલના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તો વળી ઓમન ચાંડીના નિધન પર કેરલ કોંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરને ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, કેરલના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનું નિધન થઈ ગયું છે.

તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, પ્રેમની શક્તિથી દુનિયા પર વિજય મેળવનરા રાજાની કહાનીનો માર્મિક અંત થયો. આજે હું એક મહાન વ્યક્તિના નિધનથી ખૂબ જ દુઃખી થયો છે.

તેમણે અગણિત વ્યક્તિના જીવનને પ્રભાવિત કર્યું છે અને તેમની વિરાસત હંમેશા અમારા આત્માના ગુંજતા રહે છે. આપને જણાવી દઈએ કે, ઓમન ચાંડી લાંબા સમયથી બીમાર હતા. વર્ષ ૨૦૧૯માં તેમની તબિયત ખરાબ થઈ હતી. ચાંડીને ગળાથી સંબંધિત બીમાર વધ્યા બાદ તેમને જર્મની લઈ જવામાં આવ્યા હતા.

વર્ષ ૧૯૭૦માં તેમણે કેરલના વિધાનસભામાં પુથુપલ્લી મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેમના દીકરા ચાંડી ઓમ્મને મંગળવારે એટલે કે આજે સવારે લગભગ ૫ વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પિતાના નિધનના સમાચાર આપ્યા હતા. તેઓ કોટ્ટાયમ જિલ્લામાં પોતાના ગૃહનગર પુથુપલ્લીથી ચૂંટણી લડતા હતા. તેમણે સતત ૧૨ વિધાનસભા ચૂંટણી જીતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.