Western Times News

Gujarati News

છોકરી ઉપરથી જ ચાલી ગઈ ટ્રક, વિડીયો જોઈ લોકો ચોંકી ગયા

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર આપણે રોજ નવા નવા વિડીયો જાેતા રહીએ છીએ, પરંતુ અમુક વિડીયો એવા હોય જે આપણી કલ્પનાની બહાર હોય છે. અને તમે તેને જાેયા પછી શોક થઈ જતા હોવ છો. આવો જ એક અકસ્માતનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેને જાેયા પછી તમારા હૃદયના ધબકારા ચોક્કસથી થોડા સમય માટે વધી જશે.truck ran over the girl, people were shocked after seeing the video

આપણને બધા જ લોકો સચેત કરતા હોય છે કે, રસ્તા પર ચાલતી વખતે હંમેશા સાવધાની રાખવી જાેઈએ, પરંતુ ઘણી વખત લોકો ઉતાવળના કારણે વધુ જાેખમ લઈ લેતા હોય છે. વીડિયોમાં એક છોકરી પણ આવું જ કંઈક કરતી જાેવા મળી હતી, ત્યારે જ તેની સાથે શું થાય છે તે જાેઈને કોઈ પણ ચોંકી જશે.

 

View this post on Instagram

 

A post shared by I Post Crashes Daily (@ipostcrashes)

હવે આમાં દોષ ટ્રક વાળાનો છે કે, છોકરીનો તેનુ તમે વીડિયોમાં તારણ નહી કાઢી શકો. પરંતુ વીડિયો જાેયા પછી તમે ચોક્કસ ચોંકી જશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, વ્યસ્ત રોડ પર અનેક વાહનો આવી રહ્યા છે. આ દરમિયાન એક છોકરી સ્કૂટી પર આવે છે અને ટ્રકની આગળ જવા લાગે છે.

વાહન ઉંચુ હોવાથી ટ્રક ચાલક નીચે જાેઈ શકતો નથી અને તે ટ્રકને આગળ ધકેલ્યો હતો. છોકરી સ્કૂટી સાથે ટ્રકની નીચે આવી જાય છે અને આખી ટ્રક તેની ઉપરથી પસાર થાય છે. જાેકે, તેની નીચેથી છોકરી સુરક્ષિત રીતે બચી ગઈ હતી, પરંતુ તેની સ્કૂટી ઉડી ગઈ હતી. તે એટલો ચોંકી જાય છે કે તે રસ્તાની બાજુમાં બેસી જાય છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ipostcrashes નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ૨૦ જૂને શેર કરવામાં આવેલ વીડિયોને લાખો લોકોએ જાેયો છે, જ્યારે ૯૧ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં લોકોએ કહ્યું છે કે, છોકરી ખરેખર મોટી ઘાતમાંથી બચી ગઈ છે. એક યુઝરે કહ્યું કે, આ છોકરીની ભૂલ છે ટ્રક ડ્રાઈવરની નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.