Western Times News

Gujarati News

સુત્રાપાડામાં એક દિવસમાં ૨૨ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં સવારથી જ વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ થઈ છે. જ્યારે અમદાવાદમાં પણ આજે બુધવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા સાથે આશ્રમ રોડ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં બીજી બાજુ ગુજરાતના વિસ્તારો પર નજર કરીએ તો સુત્રાપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. 22 inches of rain in one day in Sutrapada

એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. અનેક જિલ્લાઓમાં આની સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અહીંયા પણ સામાન્ય વરસાદ રહે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

૧૯થી ૨૧ જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા દક્ષિણ ગુજરાતના વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. અત્યારે સીઝનનો મોટાભાગનો વરસાદ પડ્યો છે. જેમાં ૨૦૬ જળાશયોમાં સારી એવી માત્રામાં વરસાદની આવક થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં અત્યારે સીઝનનો મોટાભાગનો વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં ૨૦૬ જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ છે.

અત્યારે સિંચાઈ વિભાગની વાત કરીએ તો ૪૩ જેટલા જળાશયોને હાઈએલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. તથા ૧૯ જળાશયો વોર્નિંગ લેવલ પર આવી ગયા છે. તેવામાં આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા સ્થિતિ ગંભીર બની શકે છે. અત્યારે આને લઈને પણ મોટી કવાયત શરૂ કરી દેવામાં આવી છે. નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર મુકી દેવાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યારે સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે.

સૂત્રાપાડામાં ૨૨ ઈંચ વરસાદ માત્ર ૨૪ કલાકની અંદર પડી ગયો છે. જેના કારણે નિંચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ વેરાવળમાં ૨૦ ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.