Western Times News

Gujarati News

ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમનાં ૬ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા

File

સૌરાષ્ટ્રમાં ગઈકાલે આભ ફાટ્યું હતું અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ૨૨ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી જાેવા મળી હતી. આ સિવાય વેરાવળમાં ૧૯ ઈંચ સહિત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓને ઘમરોળ્યુ હતું.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમા રાજ્યના ૫ તાલુકાઓમાં ૧૦થી ૨૨ ઈંચ, ૧૧ તાલુકાઓમાં ત્રણથી ૫ ઈંચ જ્યારે ૫ તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમનાં ૬ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે તથા ૪૭૩૬૪ કયુસેક પાણીની આવક સામે ૩૧૫૯૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા,

ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા જણાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.