Western Times News

Gujarati News

એવું તે શું થયું કે રાજકોટ-દિલ્હી ફ્લાઈટના પાયલટે કહ્યું હું ઉડાન નહીં ભરુ

૩ સાંસદ સહિત ૧૦૦ પેસેન્જર અટવાયા છતાં તે ન માન્યા એટલે રાત્રે ૧૧ વાગ્યે ફ્લાઈટ કેન્સલ કરવી પડી અને પછી જાેવાજેવી થઈ હતી

રાજકોટ, શિફ્ટ પૂરી થઈ ગયા પછી કામ નહીં થાય એમ કહીને રાજકોટ એરપોર્ટ પર પાયલટે હોબાળો કરી દીધો હતો. રાજકોટથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં પાયલટે ભારે હંગામો કર્યો હતો જેમાં તેણે રવિવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઈટમાં કહ્યું કે મારી શિફ્ટ તો હવે પૂરી થઈ ગઈ છે. હવે દિલ્હીથી પાયલટ આવશે પછી જ તમારુ કઈ થઈ શકશે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અહીં આ ફ્લાઈટમાં ૧૦૦ મુસાફરો સહિત ૩ સાંસદો પણ અટવાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. Rajkot-Delhi flight pilot said I will not fly

હવે આ તમામ હોબાળા પછી શું થયું એના પર નજર કરીએ. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફ્લાઈટમાં ૩ સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાક્રમ એવી રીતે ઘટ્યો કે સૌથી પહેલા રાજકોટથી દિલ્હી જવા માટે મોડી સાંજે ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી. ત્યારે અચનાક જ તેના મેઈન પાયલટે જણાવી દીધું કે મારી શિફ્ટના કલાકો પૂરા થઈ ગયા છે. હું આજે તો ફ્લાઈટ નહીં ઉડાવું.

તમારે દિલ્હીથી નવો પાયલટ લાવવો પડશે અને પછી જ એ આ ફ્લાઈટ અને મુસાફરોને યોગ્ય ડેસ્ટિનેશન પર લઈ જશે. પાયલટની આવી પ્રતિક્રિયાથી દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ પર એક પછી એક ફોન કોલ્સ, મેસેજિસ આવવા લાગ્યા. દિલ્હીના હેડ ઓફિસથી પણ આ પાયલટને વિનંતીઓ કરવામાં આવી હતી કે તમે આવી જાઓ પછી આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. અત્યારે તમારા કારણે ૧૦૦ પેસેન્જરો અહીં અટવાઈ ગયા છે. તેમને બીજા ડેસ્ટિનેશન પર પણ જવાનું હોય છે.

દિલ્હીથી સમાધાન કરવા માટેના અનેક પ્રયત્નો કરાયા છતા આ પાયલટે કોઈની પણ વાત ન માની. તે તસથી મસ ના થયો કે હું આવીશ કે ઉડાન ભરીશ. મુસાફરોને ૩ કલાક સુધી અહીં આ ફ્લાઈટના ઈન્તેજારમાં બેઠા રહેવું પડ્યું હતું. આથી કરીને હવે એકબીજા સાથે મિટિંગોનો ધમધમાટ શરૂ થયો અને છેવટે એરપોર્ટ સ્ટાફ સહિત પાયલોટના હેડ તથા મેનેજમેન્ટે ર્નિણય લીધો કે જાે મેઈન પાયલટ જ રાજકોટથી દિલ્હી ફ્લાઈટ નથી ઉડાવી રહ્યા તો આને અમે રદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે આ ફ્લાઈટ રદ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે અડધી રાત્રે આ ફ્લાઈટને રદ કરવી પડી હતી. જેથી ૨થી ૩ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડ્યા હતા. એટલે કે હવે રવિવારે મોડી રાત્રે દિલ્હી જતી રદ થયેલી ફ્લાઈટના કારણે હવે સોમવારે આ ડિલે થયેલી ફ્લાઈટને ઉડાન ભરવા માટે રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટમાં હવે નવા પાયલટ આવશે અને સોમવારે એટલે કે આજે આની ઉડાન ભરાશે. એક બાજુ ફ્લાઈટના પાયલટે ચોખ્ખી ના પાડી દીધી કે મારા કામના કલાકો પૂરા થઈ ગયા છે હવે હું નહીં ઉડાવું. હવે જાેવાજેવુ રહ્યું કે આ પાયલટ સામે કેવી પ્રક્રિયા હાથ ધરાશે અથવા તો જે મુસાફરોને ઈમરજન્સી કામ માટે દિલ્હી જવાનું હતું તેમનું શું થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.