Western Times News

Gujarati News

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ નામંજૂર, સરકારે SITની રચના કરી

ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સિંહ જાડેજા પણ ઉપસ્થિત હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પરીક્ષાર્થીઓની મહેનત અળે જશે નહીં. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલું છે.

સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ હવે પરીક્ષાર્થીઓનું આંદોલન કેવી દિશામાં આગળ વધશે એ તો થોડીવારમાં જ ખુલાસો થઈ જશે પણ પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓને એસઆઈટી રચવાની કરેલી માગને સરકારે સ્વીકારી લીધી છે. આ સાથે પ્રદિપસિંહે એસઆઇટીની રચનામાં કોણ કોણ હશે તેની પણ માહિતી આપી કે આ એસઆઇટીના અધ્યક્ષ કમલ દાયાણી હશે. જ્યારે આ પરીક્ષાને લઇને પ્રદિપસિંહે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ પરિક્ષાનું પરિણામ અનામત રખાશે. એસઆઈટી મામલે પરીક્ષાર્થીઓમાં પણ બે ફાંટાઓ પડી ગયા છે. કેટલાક ઉમેદવારો હજુ પણ પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.