Western Times News

Gujarati News

આવાસોમાં આકસ્મિક તપાસ કરતા ૩૦ ભાડુઆતો ઉપર તવાઈ

પ્રતિકાત્મક

અડાલજની અટલ આવાસ યોજનામાં ૧૯ ઘરો બંધ હોવાનું પણ સ્પષ્ટ થયું ઃ મોંઘવારીમાં બેંક લોન ચુકવવા પણ મકાન ભાડે આપવાનું અનિવાર્ય: લાભાર્થીઓની પીડા

ગાંધીનગર, ગુડાની અડાલજ સ્થિત એલઆઈજી ર પ્રકારના અટલ આવાસના મકાનોમાં ભાડુુંઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૪૯ આવાસની તપાસ કરવામાં આવતા ૩૦ ફલેટમાંથી ભાડુઆત હોવાનું ધ્યાને આવ્યું હતું

ઉપરાંત ૧૯ ઘર બંધ હાલતમાં જાેવા મળ્યા હતા, આકરી મોંઘવારીમાં બેંક લોન ચુકવવા માટે પણ મકાન ભાડે આપવાની નોબત આવી હોવાનો રોષ કેટલાક લાભાર્થીઓએ વ્યકત કર્યો છે.

ગુડા દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારો માટે અડાલજમાં અટલ આવાસ અન્વયે પ૦૪ જેટલા ફલેટ ટાઈપ આવાસ મકાનો તૈયાર કરાયા છે જયારે ૧૧.પ૦ લાખની કિંમતના આ મકાનોની અગાઉ લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી જેમાં નિયમ મુજબ ચોકકસ સમય મર્યાદા પુરી ન થાય ત્યાં સુધી ભાડે આપી શકે નહી તેવી આકરી શરતનું પાલન કરવાની હોય છે

આ મામલે ગુડાના તંત્રની ત્રણ ટીમોએ સ્થળ પર મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હતી ભાડાના કિસ્સા મામલે આકસ્મિક તપાસ કરવામાં આવતા કુલ ૪૯ ફલેટની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૧૯ મકાન બંધ હોવાનું ધ્યાને આવ્યું હતું જયારે ૩૦ મકાનમાં ભાડુઆતનો વસવાટ હોવાનું સ્પષ્ટ થયું હતું.

મકાન ભાડે આપનાર લાભાર્થીઓ આર્થિક રીતે નબળા હોવાનું પણ સ્પષ્ટ થયું હતું જયારે મકાન ભાડે આપનાર એક લાભાર્થીએ આ તબકકે એવી પણ લાગણી વ્યકત કરી હતી કે આર્થિક સ્થિતિ નાજુક છે જયારે લોન પણ ચુકવવાની છે કામ ધંધાના કે નોકરીના કારણોસર લીધે અન્ય શહેરમાં રહેવા જવાનું થાય ત્યારે મકાન ભાડે રાખવું પડે છે આવા સંજાેગોમાં લોનના હપ્તા ઉપરાંત બીજા મકાનના ભાડાનું આર્થિક ભારણ વેઠવાનું આકરું બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.