Western Times News

Gujarati News

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ૧૮ વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત

નવી દિલ્હી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને તેમના પત્ની સોફી ગ્રીગોર ટ્રૂડો એકબીજાથી અલગ થઈ ગયા છે. તેમમે બુધવારે આ વાતની જાહેરાત કરી હતી. આ સાથે જ જસ્ટિન ટ્રૂડો અને સોફીના ૧૮ વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે.

બંનેએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણી બધી મહત્વની અને મુશ્કેલ ચર્ચા-વિચારણા બાદદ તેમણે અલગ થવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાનની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બંનેએ કાયદાકિય રીતે અલગ થવાના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન કાર્યલાય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેનદમાં જણાવવામાં આવ્યું છે કે, બંને હંમેશા પરિવારના સભ્યો રહેશે અને વડાપ્રધાન તથા સોફી એક સુરક્ષિત, પ્રેમાળ અને સ્વસ્થ વાતાવરણમાં પોતાના બાળકોના ઉછેર માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ટ્રૂડો પરિવાર આગામી સપ્તાહે સાથે જ વેકેશન પર જશે. વડાપ્રધાન કાર્યાલયે તેમની પ્રાઈવસનું સન્માન કરવાની વિનંતી કરી છે. જસ્ટિન ટ્રૂડો અને સોફી ૨૦૦૫માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

પોતાના ૧૮ વર્ષ લાંબા લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયા છે. જેમાં ૧૫ વર્ષીય ઝેવિયર, ૧૪ વર્ષીય એલા-ગ્રેસ અને નવ વર્ષીય હેડ્રિઅન સામેલ છે. જસ્ટિન ટ્રૂડો અને સોફીએ ૨૦૦૩માં ડેટિંગ શરૂ કર્યું હતું ત્યારે સોફી એક ટીવી પર્સનાલિટી તરીકે કામ કરી રહ્યા હતા. સોફી જસ્ટિન ટ્રૂડોના નાના ભાઈ માઈકલની ક્લાસમેટ હતી.

સોફી મેન્ટલ હેલ્થ અને ઈટિંગ ડિસઓર્ડર માટેના પોતાના ચેરિટી વર્ક માટે પણ જાણીતા છે. જસ્ટિન ટ્રૂડો હાલમાં કેનેડાના વડાપ્રધાન છે અને આ સાથે તેઓ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન પત્નીથી અલગ થનારા કેનેડાના બીજા વડાપ્રધાન બન્યા છે. અગાઉ તેમના પિતા પીએરે ટ્રૂડો પણ તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમની પત્નીથી અલગ થયા હતા. પીએરે ટ્રૂડો ૧૯૭૯માં પત્ની માર્ગારેટથી અલગ થયા હતા અને ૧૯૮૪માં તેમણે છૂટાછેડા લીધા હતા.

જસ્ટિન ટ્રૂડો જ્યારે ૨૦૧૫માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેમના લિબરલ આઈકોન પિતાની સ્ટાર પાવરને યથાવત રાખ્યો હતો. આઠ વર્ષ સત્તામાં રહ્યા પછી કૌભાંડો, વોટર ફટિગ અને આર્થિક ફુગાવાએ તેમની લોકપ્રિયતા પર અસર કરી છે. ૨૦૧૫માં ટ્રૂડો વડાપ્રધાન બન્યા ત્યારબાદ તેમની પત્ની સોફી મોટા ભાગે સામાજિક પ્રસંગો અને વિદેશ પ્રવાસમાં તેમની સાથે જ રહેતી હતી. પરંતુ તાજેતરના વર્ષોમાં સોફી પતિ સાથે જાહેરમાં ભાગ્યે જ જાેવા મળ્યા હતા.

જાેકે, તેઓ મે મહિનામાં કિંગ ચાર્લ્સ-૩ની તાજપોશીમાં તથા માર્ચમાં કેનેડામાં અમેરિન પ્રમુખ જાે બાઈડન દ્વારા યોજવામાં આવેલા એક સમારંભમાં સાથે જાેવા મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.