Western Times News

Gujarati News

અઝીમ પ્રેમજીએ પર૭પ૦ કરોડ રૂપિયાના શેર દાન કર્યા

(એજન્સી) નવીદિલ્હી, પ્રતિષ્ઠીત ફોર્બ્સ મેગેઝીન વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રમેજી (૭૪)ને એશિયાના સૌથી ઉદાર સમાજસેવી જાહેર કર્યા છે. પ્રેમજીએ આ વર્ષે ૭૬૦ કરોડ ડોલર (પર૭પ૦ કરોડ રૂપિયા)ની વેલ્યુના વિપ્રોના શેર દાન કર્યા. એ અત્યાર સુધી રૂ.ર૧૦૦ કરોડ ડોલર (૧.૪પ લાખ કરોડ)ની વેલ્યુના શેર સમાજ સેવાના કામો માટે આપી ચુક્યા છે. ફોર્બ્સે બુધવાર એશિયા-પેસેફિકના ૩૦ સૌથી મોટા પરોપકારીઓનું લીસ્ટ બહાર પાડ્યુ હતુ. તેમાં પ્રમેજી સિવાય ભારતના અતુલ નિસ્સા અને કિરણ મજમુદાર શો પણ સામેલ છે.

Azim Premji made history this year by donating $7.6 billion worth of Wipro shares to his education-centered foundation, raising his total lifetime giving to $21 billion. Since 2000 his eponymous foundation now works with more than 200,000 public schools across India- Role Model-

ફોબ્સસ એવા અબજાપતિઓ, ઉદ્યોગપતિઓ, અને સેલિબ્રૈટીઓને લીસ્ટમાં સામેલ કર્યા, જે એશિયા-પેસિફિક ક્ષેત્રની પ્રમુખ સમસ્યાઓના સમાધાનની દિશામાં સતત કામ કરી રહ્યા છે. પ્રેમજી ૩૦ જુલાઈએ વિપ્રોના ચેરમેન પદેથી રીટાયર્ડ થઈ ગયા. તેમનું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણ સાથે જાડોયેલું છે. ૧૯ વર્ષ જૂની આ સંસ્થા સમગ્ર દેશની ર લાખ સ્કુલોની સાથે મળીને શિક્ષણને વધુ સારૂ બનાવવાનું કામ કરે છે.

હેક્સાવેર ટેકનોલોજીના ફાઉન્ડર અને ચેરમેન નિસારે આ વર્ષે ૧પ લાખ ડોલર (૧૦.પ કરોડ રૂપિયા) ની રકમનું દાન કર્યુ. તેમણે આ રકમ મુંબઈની પાસે આવેલી ગર્લ્સ સકુલ અવસર એકેડેમીને આપી. આ એકેડેમી સુવિધાઓથી વંચિત છોકરીઓને નિઃશુલ્ક શિક્ષણ આપે છે. બાયકોનના ચેરપર્સન કિરણ મઝમુદાર શો અને પતિ જાન શો એ યુકેની ગ્લાસગો યુનિવર્સિટી માટે જુલાઈમાં ૭પ લાખ ડોલર (પર.પ કરોડ રૂપિયા) આપ્યા હતા. શો પોતે પણ ગ્લાસગો યુનિવર્સિટીમાં ભણ્યા છે. લીસ્ટમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૈક મા નું પણ નામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.