Western Times News

Gujarati News

શારજાહમાં ડ્રગ્સ કેસમાં ફસાયેલી ક્રિસન પરેરા ૪ મહિના બાદ ભારત આવી

મુંબઈમાં પગ મૂકતાં જ છલક્યા આંસુ

યુનાઈટેડ આરબ અમીરાતના સારજાહમાં ચાર મહિના પહેલા એક્ટ્રેસ ક્રિસન પરેરાની ધરપકડ કરવામાં આવી હતી

મુંબઈ,
યુનાઈટેડ આરબ અમીરાતના સારજાહમાં ચાર મહિના પહેલા એક્ટ્રેસ ક્રિસન પરેરાની ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસને ત્યાં ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવાઈ હતી. થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તે આરોપ મુક્ત થઈ હતી પરંતુ એ પછી પણ ખાસ્સા મહિને તે ભારત આવી શકી. કુલ ચાર મહિના બાદ સ્વદેશ પાછી ફરેલી ક્રિસન પરેરા મુંબઈ ઉતરતાં જ ભાવુક થઈ હતી. ગુરુવારે સવારે ક્રિસન પરેરા મુંબઈ પાછી આવતાં તેના પરિવાર અને મિત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. Actor Chrisann Pereira released from Sharjah jail after being arrested in drug smuggling case

મુંબઈ આવ્યા પછી ક્રિસન પરેરાએ શહેર પોલીસ કમિશનર વિવેક ફળસંકર અને અન્ય સિનિયર પોલીસકર્મીઓ સાથે મુલાકાત કરી હતી. પોતાને પાછી લાવવામાં મદદ કરવા બદલ તેમનો આભાર ક્રિસને માન્યો હતો. મુંબઈ પાછી આવ્યા પછી ક્રિસન ખૂબ ખુશ છે. “હું પરત આવીને ખૂબ ખુશ છું. હું સુરક્ષિત અનુભવી રહી છું અને મારા પરિવારને મળીને આનંદનો પાર નથી. આગળ જીવનમાં જે કંઈપણ થશે તેના માટે હું તૈયાર છું.

જાે અમે આ મુદ્દાને સંભાળી લીધો તો આગળ જે આવશે તેની સામે પણ લડી લઈશું”, તેમ તેણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. જેલમાં વિતાવેલા દિવસોને ભયાવહ ગણાવતાં ક્રિસન પરેરાએ કહ્યું, એ દિવસો ખૂબ ડરામણા હતા. ત્યાં મારા જેવા લોકો નહોતા. ત્યાં બંધ કેટલાય લોકો ડ્રગ્સ વિશે જાણતા હતા અને ડ્રગ માફિયાના સંપર્કમાં હતા. તેઓ કેટલાય વર્ષોથી આ દેશની જેલમાં બંધ હતી.

સ્થિતિની વધુ જાણ તેમને હતી. મને કશું જ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. આખી પરિસ્થિતિ મારા માટે આઘાતજનક હતી. હું આખી પરિસ્થિતિ વિશે વારંવાર વિચાર કર્યા કરતી હતી. કોઈ મારી સાથે આવું શા માટે કરે? તે વિચાર મગજમાંથી ખસતો જ નહોતો. ક્રિસન માટે ત્યાં એક એક દિવસ કાઢવો મુશ્કેલ હતો પરંતુ તેનું કહેવું છે કે, ૧૭ દિવસ બાદ જ્યારે તેના માતાપિતા સાથે વાત થઈ તો તેને હિંમત મળી હતી, આશા બંધાઈ હતી.

જેલમાં પોતાનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે તે કેટલાક લોકો સાથે વાત કરતી હતી અને ધ્યાન ભટકાવવા માટે મ્યૂઝિક વિના જ ડાન્સ પણ કરી લેતી હતી. ક્રિસનનું કહેવું છે કે, આ ઘટનાના કારણે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડી છે પરંતુ તે જલ્દી જ આ બધામાંથી બહાર આવીને સામાન્ય જિંદગી જીવવા આતુર છે. ચાર મહિના બાદ પરિવાર સાથેની મુલાકાત કેવી રહી?

આ વિશે વાત કરતાં ક્રિસને કહ્યું, “હું જેલમાં હતી ત્યારે અહીં જે કંઈપણ થયું તેની માહિતી તેમણે મને આપી. આ બધા વિશે હું અગાઉ વાત કરવા તૈયાર નહોતી. એ પછી અમે હવે કઈ રીતે સાથે સમય વિતાવીશું, શું ખાઈશું વગેરે જેવી વાતો પર ચર્ચા કરી હતી. હવે જિંદગીનું મહત્વ મારા માટે ઓર વધી ગયું છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.