Western Times News

Gujarati News

આવી ગયું અક્ષય કુમાર,પંકજ ત્રિપાઠી,યામી ગૌતમની ફિલ્મ OMG-2 નું ટ્રેલર

છવાઈ ગયા પંકજ ત્રિપાઠી

અક્ષય કુમાર આ વખતે ભગવાન કૃષ્ણ તરીકે નહીં પરંતુ ભગવાન શિવના રૂપમાં જાેવા મળશે, મેકર્સે આ વખતે પણ મજબૂત થીમ પસંદ કરી છે

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ઓહ માય ગોડ ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાે કે આ ટ્રેલર બુધવારે જ લોન્ચ થવાનું હતું, પરંતુ અક્ષય કુમારે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના નિધનને કારણે તેને મુલતવી રાખ્યું હતું. ૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થયેલા ‘ઓહ માય ગોડ ૨’ના ટ્રેલર પર ચાહકોની પ્રતિક્રિયા આવી રહી છે. સની દેઓલની ગદર ૨ અને અક્ષય કુમારની OMG-2 બોક્સ ઓફિસ પર ટકરાઈ રહી છે.Bollywood actor Akshay Kumar and Pankaj Tripathi, Yami Gautam Film OMG-2 Trailer Release

આવી સ્થિતિમાં ચાહકો પણ બંને ફિલ્મની સરખામણી કરી રહ્યા છે. દર્શકો અનુમાન લગાવી રહ્યા છે કે બોક્સ ઓફિસ પર કોણ જીતી શકે છે? ‘ઓહ માય ગોડ ૨’ એ વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે, આ વખતે તેમાં પરેશ રાવલ નહીં પરંતુ પંકજ ત્રિપાઠી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પરેશ રાવલને આ ફિલ્મની સ્ટોરી પસંદ ન હોવાને કારણે તેને રિજેક્ટ કરી દીધી હતી.

OMG-2ના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી અને અક્ષય કુમાર ઉપરાંત અરુલ ગોવિલ અને યામી ગૌતમ પણ જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા હોમોફોબિયા પર આધારિત છે. જ્યાં અગાઉની ફિલ્મ માન્યતાઓ, અંધશ્રદ્ધા અને દંભ પર આધારિત હતી. આ વખતે ‘ઓહ માય ગોડ ૨’ સેક્સ એજ્યુકેશન આસપાસ આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે કે જેમણે અગાઉ ‘ચીર હરણ’ અને ‘રોડ ટુ સંગમ’ જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મ ઓહ માય ગોડ ૨નું ટ્રેલર ફિલ્મની વાર્તાનો વ્યાપક ખ્યાલ આપે છે.

આ વખતે ફરી કોર્ટરૂમ ડ્રામા જાેવા મળશે. પંકજ ત્રિપાઠી પોતાના રોલમાં ખૂબ જ સારી રીતે જામી રહ્યો છે. અક્ષય કુમાર આ વખતે ભગવાન કૃષ્ણ તરીકે નહીં પરંતુ ભગવાન શિવના રૂપમાં જાેવા મળશે. મેકર્સે આ વખતે પણ મજબૂત થીમ પસંદ કરી છે. ટ્રેલર જાેઈને તમને પહેલાની OMG પણ યાદ આવી જશે. જ્યારે પણ કોઈ ફિલ્મની સિક્વલ આવે છે ત્યારે તેની સરખામણી જૂની ફિલ્મ સાથે ચોક્કસપણે થાય છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની ફિલ્મ તેમાં ખરી ઉતરતી જાેવા મળી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.