Western Times News

Gujarati News

ટેક્નિકલ ખામીને કારણે પોલીસે લૂંટના આરોપમાં નિર્દોષ પ્રેગ્નેન્ટ મહિલાને પકડી લીધી

USAમાં ટેક્નોલોજીએ પોલીસને ગેરમાર્ગે દોરી

પોલીસ સ્ટેશનથી નીકળીને તે સીધી હોસ્પિટલ ગઈ હતી અને ત્યાં તેને બે બાટલા ચડાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી, ટેક્નિકલ ખામીને કારણે અમેરિકામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. પોર્શા વુડ્રફ પોતાની બે દીકરીઓને સ્કૂલ જવા માટે તૈયાર કરી રહી હતી ત્યારે છ પોલીસકર્મીઓ ડેટ્રોઈટમાં આવેલા તેના ઘરની બહાર આવીને ઊભા રહ્યા. તેમણે તેને ઘરની બહાર આવવાનું કહ્યું કારણકે તેઓ તેને લૂંટ અને કારમાં ચોરી કરવાના ગુના હેઠળ પકડવા આવ્યા હતા. Due to technical glitch usa police nabbed innocent pregnant woman on robbery charges

પોલીસને જાેઈને ૩૨ વર્ષીય પોર્શાએ પૂછ્યું, ‘તમે મજાક કરી રહ્યા છો?’ તેણે પોતાના પેટ તરફ ઈશારો કરતાં પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું અને આ સ્થિતિમાં આવો ગુનો કઈ રીતે આચરી શકે તેવો સવાલ કર્યો હતો. ઘટના વખતે પોર્શા આઠ મહિનાની ગર્ભવતી હતી. જાેકે, પોલીસે તેની વાત નહોતી માની અને ગત ફેબ્રુઆરી મહિનામાં ગુરુવારે સવારે તેની ધરપકડ કરી હતી. પોતાના રડતા બાળકોને ફિઆન્સે પાસે મૂકીને પોર્શા પોલીસ સાથે ગઈ હતી.

તેને ડેટ્રોઈટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી. તેણીએ જણાવ્યું કે, ‘૧૧ કલાક સુધી પોલીસે મારી એ ગુના માટે પૂછપરછ કરી હતી જેને મેં આચર્યો જ નહોતો. પુરાવા શોધવા માટે મારા આઈફોનને જપ્ત કરી લેવાયો હતો. પોલીસ જાપ્તામાં હતી ત્યારે મને કન્ટ્રેક્શન્સ (ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચાવું અને ફરી સામાન્ય થવું તે) આવતા હતા. મારી કમરમાં તીવ્ર દુઃખાવો થતો હતો. સ્નાયુઓ ખેંચાતા હતા.

મને લાગ્યું કે મને પેનિક અટેક આવી રહ્યા હતા. એ કોંક્રિટની બેન્ચ પર બેઠી હતી ત્યારે મને સતત વેદના થઈ રહી હતી. નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિની પોર્શાએ કોર્ટમાં લૂંટ અને કારમાં ચોરી કરવાનો ગુનો દાખલ કર્યા બાદ સાંજે તેને ૧ લાખ ડોલરના પર્સનલ બોન્ડ પર છોડવામાં આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં પોર્શાએ જણાવ્યું કે, પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તે સીધી હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને ડિહાઈડ્રેશન થયું હોવાનું નિદાન થતાં અને તેને બે બાટલા ચડાવવામાં આવ્યા હતા.

એક મહિના બાદ તેણે દીકરાને જન્મ આપ્યો તેના બે અઠવાડિયા પહેલા વેન કાઉન્ટી પ્રોસિક્યુટરે તેની સામેનો કેસ રદ્દ કર્યો હતો. ડેટ્રોઈટ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઓટોમેટેડ ફેશિયલ રેકગ્નિશન સર્ચના લીધે આ આખો ગોટાળો થયો હતો. અજાણ્યા ગુનેગારોનો ચહેરો ઓળખવા માટે પોલીસ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી પોતાના ફોટો ડેટાબેઝમાં સર્ચમાં છે.

પરંતુ તેના કારણે અમુકવાર નિર્દોષ લોકો પકડાઈ જાય છે. પોર્શા વુડ્રફ છઠ્ઠી વ્યક્તિ છે જે આ પ્રકારે ખોટી રીતે પકડાઈ ગઈ હતી. પોર્શા પહેલી મહિલા છે જેણે પોતાને થયેલી આ હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. ડેટ્રોઈટ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો આ ત્રીજાે કેસ છે. આ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સરેરાશ ૧૨૫ જેટલા ફેશિયલ રેકગ્નિશન સર્ચ કરે છે અને લગભગ તે બધા જ બ્લેક પુરુષો પર કરવામાં આવે છે, તેમ ડેટ્રોઈટ બોર્ડ ઓફ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા ટેક્નોલોજીના વપરાશના વીકલી રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટેક્નોલોજીના વિવેચકોનું કહેવું છે કે, આવા કેસો આ ટેક્નોલોજીની ખામી અને નિર્દોષ લોકોને થતી હેરાનગતીને ઉઘાડી પાડે છે. ગુરુવારે પોર્શા વુડ્રફે ડેટ્રોઈટ શહેર સામે ખોટી રીતે ધરપકડ કરવાનો કેસ કર્યો હતો. ડેટ્રોઈટ પોલીસના ચીફ જેમ્સ ઈ. વ્હાઈટે જણાવ્યું, “કેસમાં લગાવેલા બધા જ આક્ષેપોને મેં ધ્યાનથી વાંચ્યા છે અને તે ખૂબ ચિંતાજનક છે. અમે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે પરંતુ હાલ કેસ તપાસાધિન હોવાથી વધુ ટિપ્પણી ના કરી શકીએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.