Western Times News

Gujarati News

પાકિસ્તાન ગયેલી અંજુને મળ્યા એક વર્ષના વિઝા

ઈસ્લામાબાદ, ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે એક વર્ષ સુધી ત્યાં જ રહેશે. પાકિસ્તાનની સરકારે તેના વિઝા એક વર્ષ માટે વધારી દીધા છે. અંજુ જે તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહને મળવા માટે પાકિસ્તાન ગઈ હતી, તેના વિશે રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, તે આઈએસઆઈના ઈશારા પર ચાલી રહી છે.

ભારતમાં તેના પતિ અરવિંદે મીડિયા સાથે વાત કરતા એ વાત પર આશંકા વ્યક્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આઈએસઆઈ ભારત આવેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદરનો બદલો અંજુ દ્વારા લઈ રહી છે. કેટલાંક દિવસો પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, અંજુના વિઝા બે મહિના માટે વધારી દેવામાં આવ્યા છે અને હવે વિઝા એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યા છે.

અંજુના પતિ અરવિદે ભારતીય મીડિયા સાથે એવી વાત કરી કે એનાથી પાકિસ્તાનની મંસા પર શંકા થાય છે. અરવિંદે કહ્યું કે, ત્રણ દિવસ પહેલાં જ અંજુ સાથે તેની વાત થઈ હતી. તે ઓનલાઈન આવતી અને મેસેજ કરતી હતી અને પછી મેસેજ ડિલીટ કરી દેતી હતી. અરવિંદનું માનીએ તો અંજુની આસપાસ કેટલાંક લોકો છે કે જેઓ તેના પર નજર રાખી રહ્યા છે.

અંજુ આવી સ્થિતિમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરી શકતી નથી. એક તરફ, નસરુલ્લાહ દરેક સમયે પાકિસ્તાની મીડિયા સામે આવે છે પણ અંજુના કેટલાંક ફોટોગ્રાફ્સ જ આવે છે. હાલ અંજુ મીડિયાથી સંપૂર્ણરીતે છૂપાઈ રહી છે. અગાઉ નસરુલ્લાહે જણાવ્યું હતું કે, અંજુને બે મહિનાના વિઝા મળ્યા છે. પરંતુ સોમવારે જ્યારે નસરુલ્લાહ પાકિસ્તાની ગૃહ મંત્રાલયની બહાર હતો ત્યારે તેણે કહ્યું હતું કે, હવે અંજુને એક વર્ષના વિઝા મળી ગયા છે. હવે એક વર્ષ સુધી તે અહીં જ રહેશે.

અંજુ થોડા દિવસો પહેલાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પણ ગઈ હતી. તે પહેલાં તેના વિઝા માત્ર ૨૦ ઓગસ્ટ સુધીનાં જ હતા. વિઝામાં તેને માત્ર અપર દીરમાં જ રહેવાની મંજૂરી મળી હતી. પરંતુ હવે અંજુ રાજધાની ઈસ્લામાબાદ પણ પહોંચી ગઈ છે. નસરુલ્લાહની ઈચ્છા છે કે, ભારત સરકાર અંજુના બાળકોને પાકિસ્તાન મોકલી દે, કારણ કે તેમની ઉંમર ૧૫ વર્ષથી ઓછી છે. બીજી તરફ, અંજુના પતિ અરવિંદે તેમના બાળકોને ત્યાં મોકલવાનો ઈનકાર કરી દીધો છે.

અંજુએ ત્યાં ધર્મ પરિવર્તન કરી લીધુ છે. હવે તેનું નામ ફાતિમા છે. નસરુલ્લાહ સાથે તેના નિકાહ પણ થઈ ગયા છે. આ નિકાહ બાદ અંજુને પાકિસ્તાની વેપારીઓ દ્વારા ગિફ્ટમાં પ્લોટ અને લાખો રુપિયાના ચેક પણ મળ્યા છે. જાે કે, અંજુ અને નસરુલ્લાહે ભારતીય મીડિયા સાથેની વાતચીત દરમિયાન નિકાહનો ઈનકાર કર્યો હતો. જાે કે, સ્થાનિક અધિકારીઓએ નિકાહની પુષ્ટિ કરી હતી. અંજુએ હજુ સુધી નિકાહની વાત સ્વીકારી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.