Western Times News

Gujarati News

આણંદ કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે વિભાગ અને અન્ય કામોનાં વહીવટીની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા ચાલી રહી હતી

કલેક્ટર અને મહિલાનો અંગત પળોનો વીડિયોનું સ્ટિંગ કરાયું હોવાની ચર્ચા-કલેક્ટરનો મહિલા સાથે કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ નવો ખુલાસો

આણંદ, આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરનાં કથિત વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ડી.એસ. ગઢવી સુરતમાં ફરજ પર હતા. તે સમગ દરમ્યાન આ વીડિયો સામે આવ્યો હતો. તેમજ કથિત વીડિયો જાન્યુઆરી મહિનામાં બનાવાયો હતો.

A dispute was going on between the Anand Collector and the Additional Resident Collector over dividing the administration of the department and other works.

સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીને મળવા મહિલા સુરતથી આવી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. કલેક્ટર અને મહિલાનો અંગત પળોનો વીડિયોનું સ્ટિંગ કરાયું હોવાની ચર્ચા હાલ તો જાેર પકડ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે વિભાગ અને અન્ય કામોનાં વહીવટીની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા ચાલી રહી છે.

સમગ્ર વિવાદને લઈ સાથી અધિકારીઓનાં ઈશારે વીડિયો બનાવ્યો હોવાની હાલ તો ચર્ચાએ જાેર પકડ્યું છે. અધિકારીની ચેમ્બરમાં સ્યાપ કેમેરા કોણે લગાવ્યા એ પણ એક સવાલ છે. અધિકારીની ચેમ્બરમાં આવા કેમેરા લગાવવા ક્રિમિનલ ગુનો છે. ત્યારે સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવી આ અંગે ફરિયાદ કરી શકે છે.

સમગ્ર વિવાદને લઈ સાથી અધિકારીનાં ઈશઆરે વીડિયો બનાવ્યો હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે. ત્યારે અધિકારીની ચેમ્બરમાં સ્પાય કેમેરા કોણે લગાવ્યા એ પણ એક સવાલ છે. સમગ્ર મામલે મનુ પઢીયાર નામનાં અરજદારે અરજી કરી હતી. ત્યારે સીએમ કાર્યાલય સુધી અરજદારે ફરિયાદ કરી હતી.

અરજદાર પાસે કથિત વીડિયો ક્યાંથી આવ્યો એ પણ એક સવાલ છે. અચાનક જ કલેક્ટરનાં વીડિયો અને સસ્પેન્શનને લઈ કલેક્ટર કચેરીમાં સોંપો પડી ગયો હતો.

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કર્યા બાદ ડીડીઓ મિલિંદ બાપનાને ઈન્ચાર્જ કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઈન્ચાર્જ કલેક્ટર મિલિંદ બાપનાએ કલેક્ટર ચેમ્બરમાંથી તમામ વસ્તુઓ હટાવી દીધી છે. ચેમ્બરમાંથી તમામ મોમેન્ટે અને ગીફ્ટો પણ હટાવી દીધી છે. માત્ર તેઓની ચેમ્બરમાં માત્ર ૬ ખુરશી સિવાય બાકીનાં બધા ઉપકરણ હટાવ્યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.