Western Times News

Gujarati News

ટ્રકની સાથે ગાડી અથડાતાં ઉ.ગુજરાતના ચૌધરી સમાજના પાંચ યુવકનાં મોત

(એજન્સી)રોહતક, ગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા. પાંચેય મૃતક યુવકો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના હતા

કેએમપીએક્સપ્રેસ વે પર ફરી એકવાર સ્પીડનો કહેર જાેવા મળ્યો છે. અહીં એક ઝડપી ક્રેટા કાર અને ટ્રક વચ્ચે આ ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા.આ અકસ્માત બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે કેએમપી એક્સપ્રેસમાં થયો હતો.

 

આ અકસ્માત સવારે સાડા સાત વાગ્યે કેએમપીએક્સપ્રેસ વે પર થયો હતો. અહીં ૫ લોકો હાઇ સ્પીડ ક્રેટા વાહનમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. અચાનક વાહને સંતુલન ગુમાવ્યું અને ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકો ઉત્તર ગુજરાતના મહેસાણાના રહેવાસી હોવાનુ મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

ટક્કર એટલી જાેરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. એક વ્યક્તિની ગંભીર હાલતને જાેતા તેને પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મોત થયું હતું.

બાદમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ડો. ઉરેન્દ્રએ જણાવ્યું કે પાંચેય મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

ડીએસપી અરવિંદ દહિયાએ જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલું વાહન ગુજરાતનું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. અકસ્માત થતાં જ ટ્રક ચાલક વાહન ઘટનાસ્થળ પર છોડીને નાસી ગયો હતો. તેની ધરપકડ માટે પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.