Western Times News

Gujarati News

MSME એકમોને ZED સર્ટિફિકેશન મેળવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અનુરોધ

MSME ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુસર ZED સર્ટીફિકેશન યોજના અમલી

કેન્દ્ર સરકારે MSME એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ઇફેક્ટ-ઝીરો ડિફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. દેશના MSME ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ZED સર્ટીફિકેશન યોજના એપ્રિલ ૨૦૨૨માં જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨” હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી ZED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:

Udhyam રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

ZED સર્ટીફિકેટ માટેની પ્રક્રીયા:

Ø  MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન (નિ:શુલ્ક/ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનુ રહેશે. રજિસ્ટ્રેશન બાદ એકમ નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.

i.      (૧) Certification Level-1: Bronze

ii.      (૨) Certification Level-2: Silver

iii.      (૩) Certification Level-3: Gold

ZED સર્ટીફિકેશનના ફાયદા:

1.      MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સપોર્ટ કરવાનો છે.

2.      અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.

3.      નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.

4.      ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd.,

(૨) Efforts Consulting, (૩) Sapris Knowledge Sol Pvt ltd, (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleus Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.

વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ/ફી ચુકવવાની રહેશે નહિ તેમ જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.