Western Times News

Gujarati News

ઘરમાં બેઠેલ ૭૫ વર્ષીય વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો

બે વર્ષના બાળક પર હુમલો કરીને ઉઠાવી ગયો હતો

ગીર સોમનાથમાં આદમખોર દીપડાનો આતંક, દીપડાના હુમલામાં વધુ એક વૃદ્ધાનું મોત, ઘરમાં બેઠેલા ૭૫ વર્ષીય વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો

ગીર સોમનાથ, ગીર સોમનાથમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે. દીપડાના હુમલામાં વધુ એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે. સુત્રાપાડાના મોરડિયા ગામમાં આદમખોર દીપડાનો આતંક સામે આવ્યો છે. મોરડિયા ગામમાં દીપડો ૭૫ વર્ષીય વૃદ્ધાને ઉઠાવી ગયો હતો. ઘરમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો હતો. વૃદ્ધાએ બુમાબુમ કરતાં દીપડો વાડીમાં છોડી ફરાર થઇ ગયો હતો. પરિવારજનોની સામે જ દીપડો વૃદ્ધાને ઉઠાવી ગયો હતો. Leopard terror in Gir Somnath

૨૪ કલાકમાં ગામમાં દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા છે. ૨૪ કલાકમાં દીપડાના હુમલામાં ૨નાં મોત નિપજ્યા છે, જ્યારે ૧ ઘાયલ છે. મટાણા, મોરડિયા ગામમાં દીપડાનો આતંક વર્તાઇ રહ્યો છે. ગઈકાલે મટાણા ગામમાં દીપડાના બે લોકો પર હુમલા હતા. માનવ લોહી તરસ્યો દીપડોને લીધે બે ગામમાં દહેશત જાેવા મળી રહી છે. દીપડાના હુમલાથી વધુ એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે. મોડીરાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધ પર હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો.

પરિવારની નજર સામે જ ઉઠાવી જતાં પરિવારે બુમાબુમ કરતાં વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો હતો. છેલ્લા ૨૪ કલાકની અંદર દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા છે. દીપડાના હુમલામાં મટાણા ગામે એકનું મોત નિપજ્યું છે, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બીજી તરફ, મટાણા ગામ નજીક જ મોરડિયા ગામમાં મોડીરાત્રે વધુ એક વૃદ્ધા પર આદમખોર દીપડાએ હુમલો કરી રાજીબેન કરસનભાઈ ચાંડેરાને મોતને ઘાટ ઉતાર્યા છે.

ગઇકાલે સુત્રાપાડા પંથકમાં દીપડાનો આતંક સામે આવ્યો હતો. દીપડાએ મોડીરાત્રે બે વર્ષના બાળકને પોતાના જ ઘરેથી ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. વહેલી સવારે ગામના જ અન્ય એક વૃદ્ધા પર પણ હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગણતરીના કલાકોમાં બે લોકો પર દીપડાના હુમલાથી મટાણા ગામમાં ભય ફેલાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના, વટાણા ગામમાં ગણતરીના કલાકના સમયમાં જ દીપડા એવો તે હાહાકાર મચાવ્યો કે, ગામ લોકો ભયભીત થવા લાગ્યા.

મોડી રાત્રે મટાણા ગામના રમેશભાઈ જાદવ નામનો પરિવાર પોતાના પરિવાર સાથે ભોજન લઈ અને ઘરમાં બેઠા હતા અને તે દરમિયાન રમેશભાઈ જાદવ નામના ખેડતનો બેથી અઢી વર્ષનો બાળક પોતાના જ ફળિયામાં રમી રહ્યો હતો અને તેવામાં અચાનક આદમખોર દીપડાએ બાળક પર હુમલો કરી પોતાના જ પરિવારની નજર સામે બાળકને ઉઠાવી જતો રહ્યો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.