Western Times News

Gujarati News

દ્વારકામાં પીકઅપ વાન ડિવાઇડર પર ચઢી જતાં ૧૦ ઘાયલ

નાશાખોરે બાઇક ઉલાળી

બનાસકાંઠા કાંકરેજના ખીમાણા-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે બાઇકને ટક્કર મારી હતી

બનાસકાંઠા,રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતમાં લોકો જિંદગી ગુમાવી રહ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં હોવાના સમાચાર પણ સામે આવતાં હોય છે, ત્યારે વધુ બે અકસ્માતની ઘટના બની છે. દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સર્જાયેલા એક અકસ્માતમાં ૧૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે, પીકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. 10 injured after pickup van climbs divider in Dwarka

જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બાઇક પર સવાર બે લોકોને ઇજા પહોંચી છે. દ્વારકા ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન ડિવાઈડર સાથે ટકરાતાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોવાણના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ ૧૦માંથી ૫ લોકોને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, આ અકસ્માતની તસવીરો પણ ચોંકાવનારી છે. જેમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે પીકઅપ વાન રસ્તાની વચ્ચો વચ્ચ ડિવાઇડર પર ચડી ગઇ છે અને તેનો આગળનો ભાગ ડિવાઇર સાથે અથડાયો છે. હાલ પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા કાંકરેજના ખીમાણા-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકે બાઇકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક સવાર બે યુવકોને સારવાર માટે પાટણ ખસેડાયા હતા. કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કારમાં દારૂની બોટલો હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે નશાની હાલતમાં રહેલા કારચાલકની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ જાેવા મળી રહી છે.

ખાસ કરીને નશાખોર વાહનચાલકોનો આતંક વધી રહ્યો છે. નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માત સર્જતા હોય તેવી ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી આવા નશાખોર વાહનચાલકોને પકડી પાડી શબક શીખવાડમાં આવે છે, પરંતુ તેમ છતાં આવા વાહનચાલકોને જાણે પોલીસ અને કાયદાનો ડર ન હોય તેમ અન્ય વાહનચાલકોના જીવ જાેખમમાં મૂકી રહ્યા છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.