Western Times News

Gujarati News

રશિયાનું લૂના ચંદ્રની સપાટી સાથે ટકરાઈને અંતરિક્ષ યાન ક્રેશ થઈ ગયું

(એજન્સી)મોસ્કો, રશિયાના મહત્વકાંક્ષી મૂન મિશન લૂના-૨૫ ફેલ થઈ ગયું છે. રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસએ રવિવારે જણાવ્યું છે કે, લૂના-૨૫ અંતરિક્ષ યાન ઈચ્છિત કક્ષાની જગ્યાએ અનિયંત્રિત કક્ષામાં ગયા બાદ ચંદ્રમાથી ટકરાઈને નષ્ટ થઈ ગયું.

આપને જણાવી દઈએ કે, ચાંદ પર સુરક્ષિત લેડિંગને લઈને લૂના- ૨૫ની ટક્કર ભારતના ચંદ્રયાન-૩ સાથે હતી. રશિયન અંતરિક્ષ યાનને પણ ચંદ્રમાની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરવાનું હતું. પણ તે મિશન નિષ્ફળ રહ્યું. તે ૪૭ વર્ષો બાદ રશિયાનું પ્રથમ મૂન મિશન હતું.

રોસ્કોસ્મોસ દ્વારા લૂના-૨૫ને ચંદ્રમા પર લેન્ડિંગથી ઠીક પહેલાવાળા ઓર્બિટમાં સ્થળાંતરિત કરતી વખતે ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવાની સૂચના મળ્યાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. રોસ્કોસ્મોસના જણાવ્યા અનુસાર, લૂના- ૨૫ને ૨૧ ઓગસ્ટે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું હતું.

 

રશિયન સ્પેસ એજન્સીએ પહેલા કહ્યું હતું કે, મિશનને એક અસામાન્ય સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જ્યારે લૂના-૨૫ ઈચ્છિત ઓર્બિટની જગ્યાએ બીજા પથ પર ચાલ્યું હતું અને રોસ્કોસ્મોસના કંટ્રોલથી બહાર થઈ ગયું હતું. વર્ષ ૧૯૭૬માં સોવિયત યુગના લૂના-૨૪ મિશન બાદ લગભગ પાંચ દાયકામાં પહેલી વાર,

૧૦ ઓગસ્ટે લૂના ૨૫ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. તેના માટે ચાંદનો સીધો રસ્તો અપનાવ્યો હતો અને અનુમાન હતું કે, તે લગભગ ૧૧ દિવસમાં ૨૧ ઓગસ્ટ સુધી લેન્ડિંગની કોશિશ કરશે. લૂના- ૨૫ની આ તેજ યાત્રાનો શ્રેય મિશનમાં ઉપયોગ યાનના હળવા ડિઝાઈન અને કુશળ ઈંધણ ભંડારણને આપ્યું છે. જે તેને તેના ગંતવ્ય સુધી નાના રસ્તા પાર કરવામાં સક્ષમ કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.