Western Times News

Gujarati News

ગુજરાતમાં ‘AAP’ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો: ઉપ પ્રમુખ ભેમાભાઈ કોંગ્રેસમાં જોડાયા

(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આપમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છે. ગઈ કાલે ખેડા,અમદાવાદ અને જેતપુરના અનેક આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા હતા. તો બીજી તરફ આજે ફરી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

આપના ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જાેડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જાેડાયા છે.

આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. ભેમાભાઈએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી આપને બાય બાય કરી દીધુ હતું. તમને જણાવી દઈએ કે, ભેમાભાઈ ૨૦૧૨થી આપ સાથે સંકળાયેલા હતા. વિધાનસભાં સહીત અનેક ચૂંટણીઓમાં તેમણે સક્રીય ભુમિકા ભજવી હતી.

લોકસભાની ચૂંટણીઓના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ આવ્યો છે.

આ અવસરે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને ચૌધરી સમાજના આગેવાન નેતા ભેમાભાઇ ચૌધરીનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની અસ્મિતાનું પુનઃ સ્થાપન કરવા સેવા યજ્ઞની શરૂઆત કરી છે. યુવાનો મહેનત કરી પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી જાય છે.

શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જાેડાયા છે. ૨૦થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જાેડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસમાં જાેડાનારના નામમાં જયેશ ઠાકોર, લીંબડી વિધાનસભા, નલિન બારોટ, ખેડા જિલ્લા પ્રમુખ, સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ, દિનેશ પરમાર, જનરલ સેક્રટરી ખેડા આપ, પ્રકાશ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી, લક્ષ્મણ ચૌહાણ, એજ્યુકેશન સેલ આપ મંત્રી પ્રમોદભાઈ ત્રાડા,

શહેર સંગઠન મંત્રી,જેતપુર આજે આ તમામ નેતાઓએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ સરકારને દંડ ફટકાર્યો તેના પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.