Western Times News

Gujarati News

ઓગસ્ટમાં અલ નિનોની અસરને કારણે ભારતમાં ઓછો વરસાદ

File

(એજન્સી)નવી દિલ્હી, એક મહિના અગાઉ ભારતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ હતી, પરંતુ ઓગસ્ટ મહિનામાં ચિત્ર એકદમ બદલાઈ ગયું છે. આ વખતનો ઓગસ્ટ મહિનો મોટા ભાગે કોરો ગયો છે અને વરસાદના આંકડા જાેવામાં આવે તો કદાચ સૌથી ખરાબ દેખાવ નોંધાયો છે.

હવામાન ખાતાના મોડેલ પ્રમાણે ૨૧ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ વચ્ચે ચોમાસુ વધારે નબળું પડશે. છેલ્લા ૧૨ દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં કોઈ વરસાદ નથી. છેલ્લા ૧૪ વર્ષમાં આવું પહેલી વખત બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં સળંગ ૧૨ દિવસ સુધી વરસાદ પડ્યો ન હોય.

આખા દેશનું પરફોર્મન્સ જાેવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં લગભગ ૩૬ ટકા જેટલી વરસાદની ઘટ છે. હવામાન ખાતાના ટોચના અધિકારીઓ જણાવે છે કે ઓગસ્ટ ૨૦૨૩ એ કદાચ ભારતના ઈતિહાસમાં સૌથી સૂકો મહિનો સાબિત થશે.

જાણીતા હવામાનશાસ્ત્રી અને અર્થ સાયન્સિસ મંત્રાલયના ભૂતપૂર્વ સેક્રેટરી એમ રાજીવને જણાવ્યું કે ઓગસ્ટ ૨૦૨૩માં લગભગ ૪૦ ટકા જેટલી વરસાદની ઘટ પડશે. ૨૦૦૫માં વરસાદની ઘટ ૨૫ ટકા હતી અને આ વખતે આંકડો વધી ગયો છે.

ઓગસ્ટ ૨૦૨૩માં ભારતમાં સરેરાશ માત્ર ૧૦૬ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે ગયા વર્ષે આ મહિનામાં સરેરાશ ૧૯૬ મીમી વરસાદ હતો. ૨૦૨૦માં પણ ૧૯૨ મીમી અને ૨૦૨૧માં ૧૯૨.૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ વખતે ૬ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન સળંગ ૧૨ દિવસ સુધી વરસાદમાં બ્રેક પડ્યો છે જે એક રેકોર્ડ છે. છેલ્લે ૨૦૦૯માં ૨૯ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી સળંગ ૧૩ દિવસ સુધી વરસાદમાં બ્રેક પડ્યો હતો જે એક રેકોર્ડ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.