Western Times News

Gujarati News

બિલેશ્વર મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ

અમદાવાદ, રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના મહાદેવ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. શહેરના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ અંગેના બોર્ડ પણ મંદિર બહાર લગાવવામાં આવ્યા છે. Ban on entering Bileswar Mahadev temple wearing short clothes

નોંધનીય છે કે નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસને મહત્વનો ર્નિણય લીધો હતો. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના આ ર્નિણયના કારણે હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.

ગયા મહિને પણ ડાકોર રણછોડરાયજી મંદિર અને દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની ભક્તોને અપીલ કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર દ્ધારા પણ મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્ધારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.

તે સિવાય જગતમંદિર દ્વારકામાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર  ‘NO ENTRY’ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ ર્નિણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો ર્નિણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ ર્નિણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છેSS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.