Western Times News

Gujarati News

GST વિભાગના અધિકારીને ધમકાવતા આરોપીનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ, કર્મકાંડનો વ્યવસાય કરતા શખ્સને સીએમઓના અધિકારી બનીને રૌફ મારવો ભારે પડ્યો છે. જીએસટી વિભાગના અધિકારીને ફોન કરીને ધમકી આપતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે તપાસ કરી સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી લીધો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે લવકુશ દ્વિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે. Accused threatened the GST department officer and exploded

આરોપીના કાકા ઉંઝામાં પેઢી ધરાવી વેપાર ધંધો કરે છે. જીએસટી વિભાગના અધિકારી દ્વારા આ પેઢી પર સ્થળ તપાસ કરી હતી અને પેઢીના કેસની તપાસના કામે નોટિસ આપી હતી. જીએસટીના અધિકારીએ તેના કાકાની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય તે માટે સીએમઓનો ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી જીએસટી વિભાગના અધિકારીને ધાક ધમકી આપી હતી. જીએસટીના અધિકારીને શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી ફરિયાદ દાખલ કરાવી હતી.

સાયબર ક્રાઇમે તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને વર્ષ ૨૦૧૭થી સાણંદના નિધરાડમાં રહે છે. તેનો મૂળ વ્યવસાય કર્મ કાંડનો છે અને ખાનગી સિક્યોરિટી પ્રોવાઇડર તરીકે પણ કામ કરે છે.

આરોપીએ અનેક રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેનો લાભ ઉઠાવતો હતો અને વોટ્‌સએપ તેમજ ટ્રૂકોલર પર પોતે સીએમઓના ઓફિસર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં સાઇબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી અન્ય કઈ કઈ જગ્યાએ આ હોદ્દાની ઓળખ આપીને રોફ જમાવ્યો છે અને કોઈ જગ્યાએ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

આરોપીએ ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં આ હોદ્દાની ઓળખ આપીને રોફ જમાવી કામ કરાવ્યું છે કે કેમ તે અંગે પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.