Western Times News

Gujarati News

અકસ્માત કેસમાં વીમા કંપનીએ વળતર પેટે 54 લાખ ચૂકવ્યા

યુજીવીસીએલના કર્મચારીનું ૩ વર્ષ અગાઉ હેબુવા નજીક બાઈક અકસ્માતમાં મોત થયું હતું

મહેસાણા, મહેસાણાના ઉદલપુર ખાતે યુજીવીસીએલમાં (UGVCL) નોકરી કરતા કર્મચારીનું ફરજ દરમિયાન સહકર્મી સાથે બાઈક પર જતાં અકસ્માતમાં મોત નીપજયું હતુ.

ઉપરોકત અકસ્માતના મૃતકના વારસદારોએ વીમા કંપની સામે મહેસાણાના મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ કોર્ટમાં વળતર મેળવવા કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે મૃતકના વારસદારોને વળતર ચુકવવા આદેશ કરતા વીમા કંપનીએ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં ર.પ૪,પ૧,૬૩૬ની રકમ જમા કરાવી હતી.

મળતી માહિતી મુજબ મહેસાણા યુજીવીસીએલના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારી અને મોઢેરા રોડ સ્થિત ગૌતમનગર સોસાયટીમાં રહેતા વિજયકુમાર સોમાભાઈ પટેલનું ત્રણ વર્ષ અગાઉ સહકર્મીના બાઈક પર સવાર થઈ અન્ય સાઈટ પર જતાં હેબુવા ગામની સીમમાં અકસ્માતમાં મોત નીપજયું હતું.

ઉપરોકત અકસ્માત કેસમાં કલેઈમ માટે મૃતકના વિધવા પત્ની સહિતના વારસદારોએ વીમા કંપની એચડીએફસી અર્ગો (HDFC Ergo GIC) જનરલ ઈનશ્યોન્સ સામે મહેસાણાની મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ કોર્ટમાં એડવોકેટ ભરતકુમાર જી. પટેલ મારફતે દાદ દાખલ કરી હતી.

ઉપરોકત કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ભરતકુમાર જી. પટેલે રજુ કરેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી કોર્ટે મૃતકના લીગલ વારસોને રૂા.પ૪,પ૧,૬૩૬ વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. હુકમના પગલે વીમા કંપનીએ વળતરની ઉપરોકત રકમ મહેસાણાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં જમા કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.