Western Times News

Gujarati News

ચંદ્રયાન૩ની ટીમને મળીને PM મોદી ભાવુક બન્યા: કહ્યું તમને બધાને મળવા બેચેન હતો

હું બેચેન હતો તમને બધાને મળવા માટે. તમારા બધાના દર્શન કરી સેલ્યુટ કરવાની મારી ઈચ્છા હતા. પછી મોદી ભાવુક થઈ ગયા હતા.  (જૂઓ વિડીયો)

(એજન્સી)બેંગલુરુ, ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. ૨૩ ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગમાં હતા.

ત્યારબાદ ગ્રીસની મુલાકાત લઈને મોદી ભારત આવવા રવાના થયા હતા.  PM Narendra Modi interacting with ISRO scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India’s space programme.

પરંતુ, પીએમ મોદીએ ત્યાંથી લાઈવ જાેડાઈને ભારતનું ચંદ્ર મિશન જાેયું અને તેની સફળતા માટે ઈસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. બેંગલુરૂમાં  ઈસરો ખાતે તેમને આવકારવા માટે આવેલા એસ. સોમનાથની પીઠ થપથપાવી અભિનંદન આપ્યા હતા.

વહેલી સવારે હું અહીં આવી પહોચ્યોં તમને અહીં બોલાવ્યા થોડી તકલીફ પડી હશે પરંતુ હું બેચેન હતો તમને બધાને મળવા માટે. તમારા બધાના દર્શન કરી સેલ્યુટ કરવાની મારી ઈચ્છા હતા. પછી મોદી ભાવુક થઈ ગયા હતા.

ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતર્યા હતા.  અહીં ISROનું મુખ્યાલય છે. તેમના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે ૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૭ વાગ્યે પીએમ સીધા જ ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને ત્યાં ISROના એસ . સોમનાથને મળીને તેમને અભિનંદન આપ્યા હતા. ચંદ્રયાન-૩ની આખી ટીમની પણ તેમણે મુલાકાત લીધી હતી.  બેંગલુરુમાં પીએમ મોદીના આગમન પર કર્ણાટક બીજેપી પણ એક નાનો રોડ શો યોજવાની તૈયારી કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચશે. ત્યાં બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ તેમનું સ્વાગત કરવા પહોંચશે. પીએમને આવકારવા માટે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી બીજેપીના ૧૦,૦૦૦થી વધુ કાર્યકર્તા પીએમને રિસીવ કરવા એરપોર્ટ પર પહોંચશે.

ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવાને બદલે પહેલા બેંગલુરુ પહોંચ્યા અને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જાેઈએ છીએ, ત્યારે આપણને ખૂબ જ ગર્વ અનુભવાય છે.

22 ઓકટોબર, 2008ના રોજ અમદાવાદ ઈસરો ખાતે મોદીએ આપેલું ભાષણ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.