Western Times News

Gujarati News

ખેડામાં નશાની હાલતમાં કારચાલકે સર્જ્‌યો અકસ્માત

ખેડા, નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. અહીં કારચાલકે બેફામ કાર હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. કારચાલક નશામાં હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે નશાની હાલતમાં બેફાન કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઓવર સ્પીડમાં ઓવરટેક કરતાં અકસ્માત સર્જાયો હતો. ભારે ચહલપાલવાળા વિસ્તારમાં આયુર્વેદિક હોસ્પિટલ સામે અકસ્માત સર્જાયો હતો. રવિ સિંઘે નામના આરોપીએ નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી લારી ચાલકને ઉછાડ્યો હતો.

જ્યારે લારીચાલક ઇજાગ્રસ્ત થતાં તેને ૧૦૮ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણ પૈડાવાળી લારી સહિત બે કારને અડફેટે લીધી હતી. જે બાદ કાર ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. આયુર્વેદિક હોસ્પિટલ સામે નશાની હાલતમાં બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્‌યો હતો.

અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પરપ્રાંતિય રવિ સિંઘે નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી લારી ચાલકને ઉછાડ્યો હતો. લારીચાલક ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. લારી સહિત બે કારને અડફેટે લીધી હતી. જ્યારે કાર આયુર્વેદિક હોસ્પિટલ સામે ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.