Western Times News

Gujarati News

વોટ્‌સએપે વધુ એક ફિચર બહાર પાડ્યું: નવો લૂક આપશે

વોટ્‌સએપ યુઆઈમાં ફેરફાર કરીને નવો લૂક આપશે

વોશિંગ્ટન, દુનિયાભરમાં જાણીતી મેસેન્જિંગ એપ વોટ્‌સએપ તેના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ બહાર પડતું હોય છે. વોટ્‌સએપે હાલમાં જ સ્ક્રીન શેરિંગ, એચડી ફોટોસ શેરિંગ અને ઘણાં અન્ય ફીચર્સ બહાર પડ્યા છે. હવે વોટ્‌સએપ એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની ટૂંક સમય જ પોતાના યુઆઈમાં ફેરફાર કરી શકે છે, જેનાથી વોટ્‌સએપને એક નવો લુક મળશે.

આ રિડિઝાઇન વોટ્‌સએપ યુઆઈ એન્ડ્રોઈડ યુઝર્સ માટે સ્પોટ કરવામાં આવ્યું છે. વેબટાઈન્ફોના અહેવાલ મુજબ, મેટાના ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપના એન્ડ્રોઈડ બેટા વર્ઝન ૨.૨૩.૧૮.૧૮ પર નવા યુઆઈને સ્પોટ કરવામાં આવ્યો છે.
વોટ્‌સએપ તેના યુઝર્સને ગ્રીનની જગ્યાએ વ્હાઈટ કલરનું ટોપ બાર આપી શકે છે.

આ રિવૈમ્પ મટીરીયલ ડિઝાઇન ૩ પર બેસ્ડ હશે. કંપનીના યુઆઈથી ગ્રીન કલરને સંપૂર્ણપણે હટાવવામાં નહી આવે. નવા યુઆઈમાં પણ યુઝર્સને વોટ્‌સએપ લોગો ગ્રીન કલરનો જ દેખાશે. આ સિવાય આર્ચિવ્ડ આઈકોન, ન્યુ ચેટ અને બીજા ઘણાં ઓપ્શન ગ્રીન જ રહેશે. આ ઉપરાંત યુઝર્સને નેવિગેશન બાર પણ આઈઓએસની જેમ નીચે જ મળશે. ઘણાં સમય પહેલા જ નેવિગેશન બારની નવી પોઝીશનની ડીટેલ્સ સામે આવી ગઈ હતી.

આ ફેરફાર ઉપરાંત વોટ્‌સએપ યુઝર્સને નવા ફીચર્સ પણ મળશે જેમ કે ઓલ, રીડ, પર્સનલ અને બિઝનસ ચેટ. આ ફિલ્ટર ઓપ્શનની મદદથી યુઝર્સ ચેટને અલગ કરી શકશે. જાે કે એવી આશા કરવામાં આવી રહી છે કે વોટ્‌સએપ આઈઓએસ માટે પણ ટૂંક સમયમાં જ આવા ફીચર્સ એડ કરશે.

વોટ્‌સએપનું નવું ડિઝાઈન હાલ માત્ર બીટા વર્ઝનમાં જાેવા મળી રહ્યું છે. નવું ડિઝાઈન સ્ટેબલ વર્ઝન પર ક્યાર સુધી આવશે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. એવી આશા કરવામાં આવી રહી છે કે કંપની ટૂંક સમયમાં જ નવું યુઆઈ રોલ આઉટ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.